અધધધ ઘઉંના વાવેતરમાં 94%નો મોટો ઘટાડો, બીજી બાજુ ભાવ ₹400 સુધી વધ્યા
દેશમાં રવિ સિઝનની શરૂઆત ધીમી રહી છે અને 30 ઑક્ટોબર સુધી ઘઉંનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ 94.2% ઓછું નોંધાયું છે. બીજી તરફ છેલ્લા એક મહિનામાં ઘઉંના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ ₹200થી ₹400 સુધીનો વધારો થયો છે. ગુજરાત અને રાજસ્થાનમાં હજુ ખરીફ પાકની લણણી ચાલુ હોવાથી દિવાળી બાદ વાવેતરને વેગ મળવાની આશા છે.

ભારતમાં નબળી ખરીફ સિઝન બાદ હવે રવિ સિઝનની શરૂઆત પણ ધીમી જોવા મળી રહી છે. ખાસ કરીને ઘઉંના વાવેતરમાં ભારે ઘટાડો નોંધાયો છે. 30 ઑક્ટોબર સુધી દેશમાં માત્ર 19,000 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે, જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં 3.34 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું હતું.
30 ઑક્ટોબર સુધી માત્ર 19,000 હેક્ટરમાં વાવેતર
સરકારી આંકડા મુજબ ઘઉંનું વાવેતર ગયા વર્ષની સરખામણીએ લગભગ 94.20% ઓછું છે. જોકે પરંપરાગત રીતે દેશના ઘણા વિસ્તારોમાં દેવ દિવાળી બાદ ઘઉંનું વાવેતર ઝડપ પકડે છે. તેથી 25 નવેમ્બર બાદ વાવેતરમાં મોટો વધારો થવાની શક્યતા માનવામાં આવી રહી છે.
એક મહિનામાં ભાવ ₹400 સુધી વધ્યા
નવી મુંબઇ સ્થિત વાશી APMC બજારનાં અનાજના દલાલ અને એનાલિસ્ટ દેવેન્દ્ર વોરાએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનામાં નૂર ભાડાંમાં વધારો, મેંદા અને સોજીના સ્ટોકમાં થયેલો ઘટાડો અને અચાનક વધેલી માંગના કારણે આ તેજી જોવા મળી છે. હાલમાં લોકવાન-ટુકડી ઘઉંના ભાવ ક્વિન્ટલ દિઠ 4,000 રુપિયા અને મિલબર ઘઉના ભાવ 3,350 રૂપિયા છે. અગાઉ જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિના માટે સરકારે ઘઉં અને ચોખાના વિતરણની યોજનામાં ઘઉંના ક્વોટા એકસાથે જાહેર કર્યા તેથી બજાર ઘટ્યું હતું. ઓક્ટોબરમાં સરકારે અમુક રાજ્યોમાં માત્ર ચોખાની ફાળવણી કરી તેની પણ બજાર ઉપર અસર જોવા મળી હતી. જો કે નવેમ્બર મહિનાનાં ઓપન સેલ ટેન્ડરમાં 1.40 લાખ ટન ઘઉં વેચવાની ફાળવણી થતાં હવે ભાવ સ્થિર થયા છે.
ગુજરાતમાં ખરીફ લણણી હજુ ચાલુ
દાહોદના મિલર સમ્યક જૈનના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં હજુ ખરીફ પાકની લણણી ચાલી રહી છે. તેથી ઘઉંનું વાવેતર મોડું થઈ શકે છે. હાલના વાવાઝોડા દરમિયાન વરસાદ ન થતા જમીનમાં ભેજ ઓછો છે. સાથે જ નબળી ખરીફ સિઝનની માનસિકતા અને અન્ય અનાજના ઊંચા ભાવને કારણે ઘઉંના ભાવ મક્કમ છે.
રાજસ્થાનમાં પાણીની ખેંચ ચિંતા
રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદે આવેલા ફતેહપુરા સ્થિત ટ્રેડર મિત ખંડેલવાલે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં ખરિફ સિઝનનો વરસાદ મોડો પડ્યો હતો તેથી લલણી મોડી પડી છે. અત્યારે પણ વરસાદની ખેંચ છે. રવિ સિઝનમાં પણ પાણીની ખેંચ રહેશે તો ઘઉંના વાવેતરને અસર થઇ શકે છે. પાકનું સાચું ચિત્ર ડિસેમ્બરમાં જાણી શકાશે.
મધ્યપ્રદેશમાં વાવેતર શરૂ, દિવાળી બાદ ગતિ વધશે
મધ્યપ્રદેશના ઉજ્જૈનના મિલર આકાશ જૈને જણાવ્યું હતું કે રાજ્યમાં ખરિફ વરસાદ માફકસર હતો તેથી જ્યાં સિંચાઇની સુવિધા છે ત્યાં વાવેતર શરૂ થઇ ગયા છે જે દિવાળી પછી વેગ પકડશે પરંતુ નવી સિઝનમાં ઘઉંના ખુલતા ભાવ ઐતિહાસિક રહેવાની ધારણા છે.
આ પણ જુઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Gold Silver Price Today: અમેરિકામાં ટ્રમ્પની હારની અસર! સોનું ₹2,546 અને ચાંદી ₹2,365 થયા મોંઘાં

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર







