દિવાળી પહેલાં ખાંડની મીઠાશ યથાવત્, મહારાષ્ટ્રમાં 92 મિલો દોડતી થઈ, પિલાણ વધતાં ભાવ પર બ્રેક લાગશે?
દિવાળી પહેલાં ખાંડનો પૂરવઠો વધ્યો, મહારાષ્ટ્ર સહિત મોટા ઉત્પાદક રાજ્યોમાં પિલાણ શરૂ થતાં બજારમાં અછતની ચિંતા ઘટી, પરંતુ મહારાષ્ટ્રમાં ઉત્પાદન ઘટાડાના અંદાજથી આગામી મહિનાઓમાં ભાવ પર નજર રાખવી જરૂરી રહેશે.

તહેવારોની મોસમમાં દેશમાં ખાંડની અછત ઊભી ના થાય તે માટે કેન્દ્ર સરકારે આ વર્ષે ખાંડ ઉત્પાદક રાજ્યોને શેરડીનું પિલાણ વહેલા શરૂ કરવાની સલાહ આપી હતી. તેની અસર હવે જોવા મળી રહી છે. મહારાષ્ટરમાં 2026-27ની શેરડીની પિલાણ સિઝનની શરૂઆત 15 ઓક્ટોબરથી થઈ ગઈ છે. 25 ઓક્ટોબર સુધીમાં રાજ્યની 92 ખાંડની મિલોએ કુલ 30.86 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું છે. આ મિલોમાં ઉત્પાદિત ખાંડનો બજારમાં પૂરવઠો શરૂ થઈ ગયો છે. તેનાથી તહેવારો સમયે ખાંડની ઉપલબ્ધતા પર્યાપ્ત રહેવાની તથા ભાવ સ્થિર રહેવાની આશા છે. ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને ગુજરાતમાં પણ શેરડીનું પિલાણ શરૂ થઈ ગયું છે.
ઉત્તર પ્રદેશણાં પણ શેરડીનું પીલાણ શરૂ થયું
ઈન્ડિયન શુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISMA)એ કહ્યું કે, દેશના અગ્રણી ખાંડ ઉત્પાદક રાજ્યોમાં 2026-27ની ખાંડની સિઝન નિર્ધારિત સમય પર શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં લગભગ 107 ખાંડની મિલોએ શેરડીનું પિલાણ શરૂ કરી દીધું છે. ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં બે ખાંડની મિલોએ પિલાણ શરૂ કર્યું છે. ઈસ્મા મુજબ સમય પર પિલાણ શરૂ થવાથી ખાંડ ઉદ્યોગ, ખેડૂતો અને રાજ્ય તંત્રની તૈયારીઓને દર્શાવે છે.
તહેવારોમાં ખાંડના ભાવ સ્થિર રહેવાની આશા
ઈસ્માના મહાનિર્દેશક દીપક બલ્લાનીએ કહ્યું કે, 2026-27ની ખાંડની સિઝન નિર્ધારિત સમયે શરૂ થઈ ગઈ છે. ભારત પાસે ઘરેલુ જરૂરિયાતો પૂરી કરવા માટે પર્યાપ્તથી વધુ ખાંડ ઉપલબ્ધ છે અને પૂરવઠા અંગે ચિંતાનું કોઈ કારણ નથી. ખાંડ ઉદ્યોગ ગ્રાહકોને નિયમિત પૂરવઠો સુનિશ્ચિત કરવા અને ખેડૂતોને સમયે શેરડીની ચૂકવણી કરવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે તહેવારો દરમિયાન ઘરેલુ બજારમાં ખાંડની માગ સરળતાથી પૂરી થવાની આશા છે અને ભાવ સ્થિર રહેવાની સંભાવના છે. વધુ ખાંડની મિલો ચાલુ થશે તેમ બજારમાં ખાડંની ઉપલબ્ધતા વધશે.
મહારાષ્ટ્રમાં 30.87 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન થયું
મહારાષ્ટરની ખાંડ કમિશનર ઓફિસમાંથી પ્રાપ્ત માહિતી મુજબ 25 ઓક્ટોબર સુધીમાં રાજ્યની 92 ખાંડની મિલોએ કુલ 30.87 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 43.87 લાખ ટન શેરડીનું પિલાણ કરાયું છે. હાલ 44 સહકારી અને 48 ખાનગી ખાંડની મિલોએ પિલાણ શરૂ કર્યું છે. અન્ય મિલોમાં પણ ટૂંક સમયમાં પિલાણ શૂર થવાની સંભાવના છે. પાછલી સિઝનમાં 25 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં માત્ર એક ખાંડની મિલમાં પિલાણ શરૂ થયું હતું. આ વખતે રાજ્યમાં ખાંડની સરેરાશ રિકવરી એટલે કે શેરડીમાંથી ખાંડ નીકળવાનોદર 7.04 ટકા નોંધાયો છે. મિલોમાં પિલાણ વહેલા શરૂ થવાના કારણે પ્રારંભિક સમયમાં અનુમાનને અનુરૂપ રિકવરી ઘટી રહી છે.

સોલાપુરમાં સૌથી વધુ મિલોએ પિલાણ શરૂ કર્યું
આ વખતે સૌથી વધુ 23 ખાંડની મિલોમાં પિલાણ સોલાપુર સંભાગમાં શરૂ થયું છે. તેમાંથી 8 સહકારી અને 15 ખાનગી મિલો સામેલ છે. આ મિલોએ અત્યાર સુધીમાં 9.55 લાખ ટન શેરડીનું પિલાણ કરીને 6.51 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું છે. સોલાપુર પછી અહિલ્યાનગર સંભાગમાં 18 ખાંડની મિલોએ પિલાણ શરૂ કર્યું છે, તેમાંથી 10 સહકારી અને આઠ ખાનગી મિલો સામેલ છે. આ મિલોએ 9.16 લાખ ટન શેરડીનું પિલાણ કરીને 6.58 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું છે.
ખેડૂત આંદોલનથી પિલાણ પર અસર થવાની સંભાવના
મહારાષ્ટ્રના અનેક ભાગમાં ખેડૂત આંદોલનની વ્યાપક અસર જોવા મળી રહી છે. કોલ્હાપુર સંભાગમાં અત્યાર સુધીમાં માત્ર 7 ખાંડની મિલોમાં પિલાણ શરૂ થઈ શક્યું છે. તેમાં 4 સહકારી અને 3 ખાનગી મિલો સામેલ છે. અન્ય ખાંડની મિલો શેરડીના ભાવ અંગે વિવાદ ઉકલવાની રાહ જોઈ રહી છે. અહીં અત્યાર સુધીમાં 3.14 લાખ ટન શેરડીનું પિલાણ કરી 2.47 લાખ ક્વિન્ટલ ખાંડ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું છે. અમરાવતી સંભાગમાં અત્યાર સુધીમાં માત્ર એક ખાંડની મિલમાં પિલાણ શરૂ થયું છે. આ મિલે 0.62 લાખ ટન શેરડીનું પિલાણ કરી 0.41 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કરાયું છે. બીજીબાજુ નાગપુર સંભાગમાં અત્યાર સુધીમાં કોઈપણ ખાંડની મિલમાં પિલાણ શરૂ થયું નથી.
આ સિઝનમાં ખાંડનું ઉત્પાદન ઘટવાનો અંદાજ
પ્રારંભિક અનુમાન મુજબ મહારાષ્ટ્ર સરકારે 2026-27ની સિઝનમાં ખાંડનું ઉત્પાદન પાછલા વર્ષના 99 લાખ ટનની સરખામણીમાં લગભગ 10 ટકા ઓછું રહેવાની આશંકા વ્યક્ત કરી છે.આ વર્ષે શેરડી પીલાણ સિઝન પર ખેડૂત સંગઠનોના આંદોલન અને દુષઅકાળની અસર પડવાની આશંકા છે. રાજ્યમાં પીલાણ સિઝન લગભગ 90થી 100 દિવસ સુધી ચાલવાનો અંદાજ છે. ખાંડ કમિશનર ઓફિસે મહારાષ્ટ્રમાં આ સિઝનમાં 90.18 લાખ ટન ખાંડના ઉત્પાદનનો અંદાજ વ્યક્ત કર્યો છે. બીજીબાજુ વેસ્ટ ઈન્ડિયા સુગર મિલ્સ એસોસિએશન (WISMA)ના અધ્યક્ષ બી.બી. ઠોંબરેએ 2026-27ની પિલાણ સિઝનમાં ખાંડનું ઉત્પાદન લગભગ 20 ટકા ઘટીને 80 લાખ ટન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Gold Silver Price Today: અમેરિકામાં ટ્રમ્પની હારની અસર! સોનું ₹2,546 અને ચાંદી ₹2,365 થયા મોંઘાં

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર







