KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

દેશમાં 108 લાખ ટન સોયાબીનનાં ઉત્પાદનનો SOPAનો અંદાજ

SOPAના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર ડી.એન. પાઠકે જણાવ્યું હતું કે ગત વર્ષના 112.128 લાખ હેક્ટરની સરખામણીએ આ વખતે વાવેતર પાંચ ટકા જેટલું વધીને 117.734 લાખ હેકટરમાં નોંધાયું હતું. એ સમયે બમ્પર પાક આવવાનો અંદાજ મુકાયો હતો.

desk@kuberanowPublished On : 19 Oct 2026
Soyabean Crop
Soyabean CropAI Image

અલનિનોની અસર અને ખાદ્યતેલના પુરવઠાની ખાધના અહેવાલોથી મજબૂત અંડરોટન ધરાવતા ખાદ્યતેલના કારોબારને રાહત આપતા સમાચાર અપીને સોયાબીન પ્રોસેસર્સ એશોસિએશન ઓફ ઇન્ડિયાએ (SOPA)એ ઓક્ટોબર-2026ની ખરિફ સિઝનમાં ભારતમાં 107.929 ટન સોયાબીનના ઉત્પાદનનો અંદાજ રજૂ કર્યો છે. જે ગત વર્ષના 110.258 ટનનાં ઉત્પાદન કરતા 2.11 ટકા ઘટવાની ધારણા દર્શાવે છે. ગુજરાતમાં પણ આ વખતે 2.40 લાખ ટન સોયાબીનનું ઉત્પાદન થવાનો અંદાજ વ્યક્ત કરાયો છે.


SOPAના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર ડી.એન. પાઠકે જણાવ્યું હતું કે ગત વર્ષના 112.128 લાખ હેક્ટરની સરખામણીએ આ વખતે વાવેતર પાંચ ટકા જેટલું વધીને 117.734 લાખ હેકટરમાં નોંધાયું હતું. એ સમયે બમ્પર પાક આવવાનો અંદાજ મુકાયો હતો. પરંતુ દેશના અમુક રાજ્યોમાં અલ નિનોની અસરના કારણે નિપજમાં ઘટાડો થવાના અહેવાલ છે. હાલના અંદાજ પ્રમાણે મધ્યપ્રદેશમાં ગત વર્ષના 43.24 લાખ ટનનાં ઉત્પાદન સામે આ વખતે 57.15 લાખ ટન સોયાબીનનું ઉત્પાદન થશે જે ગત વર્ષ કરતા આશરે 32 ટકાનો વધારો દર્શાવે છે.


આ ઉપરાંત મહારાષ્ટ્રનાં ગત વર્ષના 52.22 લાખ ટનના ઉત્પાદન સામે આ વખતે માંડ 34.88 ટન સોયાબીનની નિપજ આવશે. અલ નિનોની સૌથી વધારે અસર મહારાષ્ટ્રના સોયાબીનનો પાક લેતા વિસ્તારોમાં જોવા મળી હોવાથી ગત વર્ષ કરતા નિપજમાં 33.20 ટકાનો ઘટાડો થયો હોવાનું અનુમાન છે. આજ રીતે કર્ણાટકમાં ગત વર્ષના 4.20 લાખ ટનનાં પાક સામે આ વખતે 14.60 ટકાની ઘટ સાથે 3.6 લાખ ટન નિપજ આવશે. ગુજરાતમાં આ વખતે 2.391 લાખ ટન પાક આવશે. ગત વર્ષે પણ ગુજરાતમાં 2.428 લાખ ટન સોયાબીનનું વાવેતર થયું હતું. આમ તો પરંપરાગત રીતે ગુજરાત મગફળી, એરંડા અને તલના વાવેતરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. પરંતુ પાંચેક વર્ષથી રાજ્યમાં સોયાબીનનું વાવેતર થઇ રહ્યું છે, જે ઉત્તરોતર વધી રહ્યું છે.


ગત વર્ષે સરકારી આંકડા પ્રમાણે રાજ્યમાં 2.869 લાખ હેક્ટરમાં સોયાબીનનું વાવેતર થયું હતું. જો કે સોપાના અનુમાન પ્રમાણે 2.775 લાખ હેકટરમાં વા વેતર થયું હતં. જેની સામે આ વખતે સરકારી આંકડા પ્રમાણે 3.045 લાખ હેક્ટર અને સોપાના અંદાજ પ્રમાણે 3.001 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. બન્ને અનુમાનોમાં વાવેતર ગત વર્ષ કરતા વધ્યું હોવાનું સાબિત થાય છે. જો કે અલ નિનોની થોડી અસરના કારણે નિપજમાં ઘટાડો થવાની સંભાવના છે.


આ પણ વાંચો: Sugarના ભાવ કાબૂમાં રાખવા સરકારનો નિર્ણય: શેરડીના રસ અને ખાંડમાંથી બનેલા ઇથેનોલની ખરીદી બંધ


આ પણ જુઓ:

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Gold Price Hike

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver 6.png

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

dhanteras 2026 gold buying shubh muhurat

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

gold silver rate today dhanteras

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

CrudeOill

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Godl Silver.png

Gold Silver Price Today: અમેરિકામાં ટ્રમ્પની હારની અસર! સોનું ₹2,546 અને ચાંદી ₹2,365 થયા મોંઘાં

Crudeoil

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર

 Government Caps Rice-Based Ethanol Production

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી