સિલ્વર ETFમાં વેચવાલીનો વંટોળ! 5% સુધી તૂટ્યા ભાવ, હવે રોકાણકારોએ આ સંકેતો પર નજર રાખવી
આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 53.45 ડોલર નજીક સરકી; નફાવસૂલી અને ઔદ્યોગિક માગની ચિંતા વચ્ચે ભારતીય Silver ETFમાં વેચવાલી વધી, ડોલરમાં મજબૂતી, ઊંચા અમેરિકન બોન્ડ યીલ્ડ અને વ્યાજદર અંગેની આશંકાથી ચાંદી પર દબાણ; વૈશ્વિક ભાવ, ડોલર અને ઘરેલુ પ્રીમિયમ બનશે મહત્વના સંકેત

ચાંદીના ભાવમાં ઘટાડાના પગલે શુક્રવારે સિલ્વર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (Silver ETFs)માં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. પાછલા બે કારોબારી સત્રોમાં સોનું અને ચાંદી, બંનેના ભાવમાં ઘટાડો આવ્યો હતો. શુક્રવારના કારોબાર દરમિયાન સોનાના ભાવ 2 ટકા અને ચાંદના ભાવ 1 ટકા ગગડ્યા હતા.
સિલ્વર ETFમાં 5 ટકા સુધીનો ઘટાડો થયો
એચડીએફસી સિલ્વર ઈટીએફ 4 ટકાથી વધુ તૂટ્યા હતા જ્યારે ટાટા સિલ્વર ઈટીએફ, એસબીઆઈ સિલ્વર ઈટીએફ, કોટક સિલ્વર ઈટીએફ, યુટીઆઈ સિલ્વર ઈટીએફ, એક્સિસ સિલ્વર ઈટીએફ, મિરાએ એસેટ સિલ્વર ઈટીએફ અને ડીએસપી સિલ્વર ઈટીએફમાં 3 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. ખાસ વાત એ છે કે આ ઈટીએફમાં સામાન્ય સુધારા પછી શુક્રવારે કારોબારના સમયમાં ઘટાડો તીવ્ર થઈ ગયો અને તેના ભાવ 5 ટકા સુધી ગગડી ગયા.
ડોલરમાં મજબૂતી અને ઊંચા વ્યાજદરોથી ચાંદી પર દબાણ
બોનાન્ઝાના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ નિરપેન્દ્ર યાદવે કહ્યું કે નફાખોરી, મોંઘવારી વધવાની આશંકા અને અમેરિકામાં વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા સ્તર પર જળવાઈ રહેવાની આશા વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદીના ભાવ અંદાજે 2 ટકા ગગડીને 53.45 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયા. અમેરિકન ડોલરમાં મજબૂત અને બોન્ડ પર મળનારા ઊંચા યીલ્ડ રોકાણના રૂપમાં ચાંદીની માગ પર દબાણ નાંખી રહ્યા છે.
બીજીબાજુ ઔદ્યોગિક માગ અંગે ચિંતાઓ પણ ચાંદીના ભાવમાં ઘટાડો વધારી રહી છે. ઘરેલુ બજારમાં સપ્લાય સંબંધિત મુશ્કેલીઓ ઓછી થવા અને પ્રીમિયમ ઘટવાથી પણ ભાવમાં આ ઘટાડો જોવા મળી શકે છે. તેમણે નજીકના સમયમાં ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ જળવાઈ રહેવાની આશંકા છે. આગળ ભાવની દિશા માટે રોકાણકારોએ વૈશ્વિક બજારમાં ભાવના વલણ, ડોલરની ચાલ, અમેરિકામાં વ્યાજદર અંગે આશા અને ઘરેલુ બજારમાં પ્રીમિયમ પર નજર રાખવી જોઈએ.

ક્રૂડ ઓઈલમાં ઉછાળો, MCX પર ચાંદીમાં કડાકો
દરમિયાન શુક્રવારે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ ભારે તેજી જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડનો ડિસેમ્બર વાયદાનો ભાવ 116 ડોલર પ્રતિ બેરલ નજીક પહોંચી ગયો હતો. બીજીબાજુ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ઓઈલનો ભાવ 0.26 ટકા વધીને પ્રતિ બેરલ 99.73 ડોલર થયો હતો. વૈશ્વિક બજારમાં જિન્સોની કિંમતમાં ભારે ઘટાડાની અસર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પણ જોવા મળી. MCX પર ચાંદીનો ડિસેમ્બર વાયદાનો ભાવ 2.27 ટકા ગગડીને રૂ. 1,95,064 પ્રતિ કિલો પર આવી ગયો.
વૈશ્વિક કિંમતો અને ડોલરની ચાલ પર નજર રાખે રોકાણકારો
એસબીઆઈ સિક્યોરિટીઝમાં ટેકનિકલ અને ડેરિવેટિવ રિસર્ચના પ્રમુખ સુદીપ શાહે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં તિવ્ર ઘટાડાના કારણે સિલ્વર ઈટીએફમાં પણ નરમાઈ આવી છે. ક્રૂડ ઓઈલના વધતા ભાવ, મોંઘવારીની ચિંતાઓ અને અમેરિકામાં વ્યાજદરોમાં કાપની આશા ટળવાથી ચાંદીના ભાવ પર દબાણ વધ્યું છે.
તેમણે કહ્યું, ભારતીય સિલ્વર ઈટીએફ પર વૈશ્વિક બજારના આ પરિવર્તનો સાથે રૂપિયા અને ડોલરના વિનિમય દરમાં ઉતાર-ચઢાવની પણ અસર પડી છે. વર્તમાન અસ્થિરતાને જોતા રોકાણકારોએ આગળ ભાવની દિશા સમજવા માટે આંતરરાષ્ટરીય બજારમાં ચાંદીનું વલણ, ડોલર ઈન્ડેક્સ અને અમેરિકન બોન્ડ પર મળનાર યીલ્ડ પર નજર રાખવી જોઈએ.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Gold Silver Price Today: અમેરિકામાં ટ્રમ્પની હારની અસર! સોનું ₹2,546 અને ચાંદી ₹2,365 થયા મોંઘાં

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર







