KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

હુથીઓનો ‘ઓઈલ એટેક’, ક્રૂડના ભાવમાં ફરી તેજી, બ્રેન્ટ $115ને પાર

સાઉદી અરબની 5.50 લાખ બેરલ પ્રતિદિન ક્ષમતાવાળી રિફાઈનરી પર હુથીઓના હુમલાના દાવા બાદ પશ્ચિમ એશિયામાં સપ્લાયને લઈને ચિંતા વધી; WTI પણ $101ને પાર પહોંચ્યું

kuberanow deskPublished On : 28 Oct 2026
Crude Oil28
AI Generated Image

સાઉદી અરબની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી પર હુથી બળવાખોરોના હુમલા પછી બુધવારે 28 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઊછાળો જોવા મળ્યો છે. દુનિયાના સૌથી મોટા ક્રૂડ ઓઈલ નિકાસકાર દેશ સાઉદી અરબ પર થયેલા આ હુમલાથી પશ્ચિમ એશિયામાં ઓઈલના પૂરવઠા પર અસર થવાની ચિંતા ફરીથી વધી ગઈ છે. ઈરાન અને તેની સાથે સંકળાયેલા સંગઠનો સાથે ચાલતા સંઘર્ષના કારણે પહેલાથી જ ઓઈલ બજારમાં અનિશ્ચિતતા જળવાઈ રહી છે.


આંતરરાષ્ટ્રીય બજાર Comex પર બ્રેન્ટ ક્રુડ વાયદો બુધવારે ભારતીય સમય મુજબ સવારે 9.10 કલાકે 1.42 ડોલર એટલે કે 1.25 ટકા ઉછળીને 115.30 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયો. બીજીબાજુ અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ઓઈલ 1.19 ડોલર એટલે કે 1.19 ટકા વધીને 101.09 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો હતો.


હુથી બળવાખોરોએ કર્યો રિફાઈનરી પર હુમલાનો દાવો

ઈરાન સમર્થિત યમનના હુથી બળવાખોરોએ મંગળવારે દાવો કર્યો કે તેમણે મિસાઈલથી સાઉદી અરબની સૌથી મોટી ઓઈલ રિફાઈનરીને નિશાન બનાવી છે. આ હુમલાથી દુનિયાના બીજા સૌથી મોટા ક્રૂડ ઓઈલ ઉત્પાદક દેશ સાઉદી અરબ વિરુદ્ધ હુથી બળવાખોરોના હુમલા વધી ગયા છે. જે રિફાઈનરી પર હુમલાનો દાવો કરાયો છે તેની ક્ષમતા દૈનિક 5.50 લાખ બેરલ ઓઈલની છે. જોકે, સાઉદી અરબના અધિકારીઓએ તાત્કાલિક આ હુમલાની પુષ્ટી કરી નથી.


આ પહેલા મંગળવારે ક્રૂડ ઓઈલના ભાવમાં પ્રતિ બેરલ અંદાજે 2 ડોલરનો ઘટાડો આવ્યો હતો. પશ્ચિમ એશિયામાં ચલાતી વાતચીતથી ઓઈલનો પૂરવઠો ખોરવાઈ જવાની આશંકા કંઈક ઓછી થઈ હતી. જોકે, સાઉદી અરબની રિફાઈનરી પર હુમલાના સમાચાર પછી તેજી પાછી ફરી છે. આ દરમિયાન અમેરિકામાં ક્રૂડ ઓઈલના ભંડારમાં વધારો થવાનો અંદાજ છે. એક સર્વેક્ષણ મુજબ 23 ઓક્ટોબરે સમાપ્ત થયેલા સપ્તાહમાં અમેરિકામાં ક્રૂડ ઓઈલનો ભંડાર અંદાજે 15,000 બેરલ વધવાનો અંદાજ છે.


OPEC+ના ઉત્પાદન પર પણ બજારની નજર

ઓઈલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક પ્લસ (OPEC+)ની આગામી બેઠક પર પણ રોકાણકારોની નજર રહેશે. આ બાબતની માહિતી રાખાનારા સૂત્રોએ જણાવ્યું કે, ઓપેક પ્લસના સભ્ય દેશો આગામી રવિવારે યોજાનારી બેઠકમાં ડિસેમ્બર માટે ઓઈલ ઉત્પાદનનું લક્ષ્ય વર્તમાન સ્તર પર જાળવી રાખી શકે છે. આ નિર્ણય બજારની આશાઓને અનુરૂપ હશે. હાલ ઓપેક પ્લસના સાત મુખ્ય દેશોમાંથી મોટાભાગના દેશોનું વાસ્તવિક ઓઈલ ઉત્પાદન નિશ્ચિત લક્ષ્ય કરતાં ઓછું છે. આ દેશોમાં સાઉદી અરબ, રશિયા, ઈરાક, કુવૈત, અલ્જિરિયા, કઝાકિસ્તાન અને ઓમાનનો સમાવેશ થાય છે.


રશિયા પાસેથી ક્રૂડ ઓઈલના નિકાસમાં ઘટાડાની શક્યતા

આગામી મહિનાથી રશિયાના બાલ્ટિક સાગર અને કાળા સાગર સ્થિત પોર્ટથી ક્રૂડ ઓઈલની નિકાસ ઘટી શકે છે. વેપારીઓ મુજબ આ મહિને અમેરિકા સાથે થયેલી સમજૂતી પછી રશિયાની ઘરેલુ રિફાઈનરીઓ ડીઝલનું ઉત્પાદન વધારી શકે છે. તેનાથી ઘરેલુ સ્તર પર ક્રૂડ ઓઈલનો વપરાશ વધવા અને નિકાસ માટે ઉપલબ્ધ ઓઈલની માત્રા ઓછી હોવાની સંભાવના છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ, સાઉદી અરબની રિફાઈનરી પર હુમલાના દાવ અને રશિયા પાસેથી પૂરવઠામાં સંભવિત ઘટાડાના કારણે આગામી દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર-ચઢાવ જળવાઈ રહી શકે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Gold Price Hike

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver 6.png

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

dhanteras 2026 gold buying shubh muhurat

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

gold silver rate today dhanteras

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

CrudeOill

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Godl Silver.png

Gold Silver Price Today: અમેરિકામાં ટ્રમ્પની હારની અસર! સોનું ₹2,546 અને ચાંદી ₹2,365 થયા મોંઘાં

Crudeoil

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર

 Government Caps Rice-Based Ethanol Production

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી