KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

રૂપિયાની 95ની લડાઈ: જિયો IPO પછી હવે કઈ દિશામાં જશે ભારતીય ચલણ?

ડોલર સામે રૂપિયો 95ની આસપાસ; મોંઘું બ્રેન્ટ, FII વેચવાલી અને મધ્ય-પૂર્વના તણાવ વચ્ચે RBIની ભૂમિકા મહત્વની બનશે. IPOથી મળેલો ડોલર સપોર્ટ ઘટવાની શક્યતા, જ્યારે $115નું ક્રૂડ અને વૈશ્વિક જોખમથી બચવાનું વલણ રૂપિયા પર દબાણ વધારી શકે છે.

kuberanow deskPublished On : 26 Oct 2026
Rupee26
AI Generated Image

ડોલરની સરખામણીમાં રૂપિયામાં સોમવારે સપાટ કારોબાર થઈ રહ્યો છે. સોમવારે બપોરે 2.30 વાગ્યે ડોલર સામે રૂપિયો 0.50 ટકા અથવા 0.476ની તેજી સાથે 95.18ના સ્તરે જોવા મળ્યો હતો. સોમવારે સવારે અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયો મામૂલી તેજી સાથે ખૂલ્યો હતો. જોકે, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને જિયો પ્લેટફોર્મ્સના IPO સાથે સંકળાયેલા વિદેશી ફંડના પ્રવાહમાં ઘટાડો આવવાની સંભાવનાના પગલે રૂપિયાની વર્તમાન રિકવરી સામે નવો પડકાર ઊભો થઈ ગયો છે.


સોમવારે 26 ઓક્ટોબરે રૂપિયો ડોલરની સરખામણીમાં 94.93ના સ્તરે ખૂલ્યો હતો. શુક્રવારે તે 94.94ના સ્તરે બંધ થયો હતો. એટલે કે પ્રારંભિક કારોબારમાં રૂપિયામાં 1 પૈસાની તેજી જોવા મળી હતી. છતાં રૂપિયાનું પ્રતિ ડોલર 95ના મહત્વના મનોવૈજ્ઞાનિક સ્તરથી નીચે ગગડવાનું જોખમ યથાવત્ રહ્યું છે. સોમવારે પ્રારંભિક કારોબારમાં અમેરિકન ડોલરની સરખામણીમાં રૂપિયો 5 પૈસા ગગડીને 94.98ના સ્તરે આવ્યો હતો. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને મધ્ય-પૂર્વમાં ભૂ-રાજકીય તણાવના કારણે રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે.


અમેરિકન ડોલર-અમેરિકન ટ્રેઝરી યીલ્ડે રૂપિયામાં નરમાઈ અટકાવી

ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું કે, મધ્ય-પૂર્વમાં તણાવ વધવાના પગલે વૈશ્વિક બજારોમાં જોખમથી બચવા વલણ (રિસ્ક એવર્જન)ના કારણે રૂપિયાની શરૂઆત નબળી રહી. જોકે, અમેરિકન ડોલર અને અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં નરમાઈએ રૂપિયાના ઘટાડાને કંઈક અંશે અટકાવ્યો છે. ઈન્ટરબેન્ક ફોરેન એક્સચેન્જ બજારમાં રૂપિયો 94.92 પર ખૂલ્યો હતો અને નબળો થઈને 94,98ના સ્તરે આવી ગયો હતો, જે પાછલા બંધ ભાવની સરખામણીમાં 5 પૈસા ઓછો છે. શુક્રવારે રૂપિયો સતત બીજા દિવસે નબળો થયો હતો અને 12 પૈસા ગગડીને અમેરિકન ડોલરની સરખામણીમાં 94.93 પર બંધ થયો હતો.


ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને મધ્ય-પૂર્વમાં ભૂ-રાજકીય તણાવના કારણે ભારતીય રૂપિયો થોડી નરમાઈ સાથે ખૂલ્યો હતો. જોકે, અમેરિકન ડોલર અને અમેરિકન ટ્રેઝરી યીલ્ડમાં નરમાઈએ ઘટાડાને કંઈક અંશે અટકાવ્યો હતો. મધ્ય-પૂર્વમાં વધથા તણાવ વચ્ચે વૈશ્વિક બજારોમાં જોખણથી બચવા માટે વલણ (રિસ્ક એવર્સન)ના કારણે રૂપિયો થોડી નરમાઈ સાથે કારોબાર કરી શકે છે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને FII (વિદેશી સંસ્થાગત રોકાણકારો) તરફથી વેચવાલીનું દબાણ પર રૂપિયા પર અસર કરી શકે છે. જોકે, અમેરિકન ડોલરમાં નરમાઈ અને RBI તરફથી કોઈ નવી દખલ રૂપિયાને નીચા સ્તરો પરથી ટેકો આપી શકે છે.


Rupee Info


અમેરિકન ફેડરલ રિઝર્વના નિર્ણય પર ચલણની ચાલ

બ્રેન્ટ ક્રૂડના ભાવ 115 ડોલર પ્રતિ બેરલની આજુબાજુ છે. વિદેશી રોકાણકારોના ઉપાડના કારણે રૂપિયા પર દબાણ છે. ટ્રેડર્સને એવી પણ આશા છે કે આ સપ્તાહે અમેરિકન ફેડરલ રિઝર્વનો નિર્ણય ચલણની ચાલ પર અસર કરશે. દરમિયાન શુક્રવારે જાહેર કરાયેલા RBIના આંકડા પરથી જાણવા મળે છે કે 16 ઓક્ટોબરે સમાપ્ત થયેલા સપ્તાહમાં ભારતનું ફોરેન કરન્સી એક્સચેન્જ 5.011 અબજ અમેરિકન ડોલર ઘટીને 721.016 અબજ અણેરિકન ડોલર રહ્યો હતો. તેનાથી છેલ્લા સપ્તાહમાં તેમાં 8.578 અબજ અમેરિકન ડોલરની અછત આવી હતી અને તે 726.027 અબજ અમેરિકન ડોલર થઈ ગયો હતો.


પાછલા સપ્તાહે રૂપિયો 94.32 અને 94.97ના દાયરામાં ટ્રેડ કરતા જોવા મળ્યો હતો. તેને જિયો પ્લેટફોર્મ્સના IPOથી આવેલા ફંડ અને કરન્સી પોઝીશનના અનવાઈન્ડિંગથી સપોર્ટ મળ્યો હતો. જોકે, બજારના જાણકારોનું માનવું છે કે આ સપોર્ટ નબળો પડી શકે છે,કારણ કે સોમવારે IPOની અલોટમેન્ટ પ્રક્રિયા પૂરી થઈ જશે અને બુધવારે કંપનીના શૅરનું શૅરબજારમાં લિસ્ટિંગ થવાનું છે.


રૂપિયામાં રિકવરીની ગતિ ધીમી પડી?

જિયો પ્લેટફોર્મ્સના IPO માટે વિદેશી સંસ્થાગત રોકાણકારોની ઘણી સારી માગ આવી. માનવામાં આવે છે કે આ રોકાણોથી આવેલા કેટલાક પૈસા સ્પોટ કરન્સી માર્કેટમાં પણ આવશે, જેનાથી રૂપિયાને ટેકો મળ્યો. જોકે, ટ્રેડર્સને લાગે છે કે રૂપિયાને મળનારો આ સપોર્ટ હવે ઘટી શકે છે. એક ખાનગી બેન્કના કરન્સી ટ્રેડરે જણાવ્યું કે, પાછલા સપ્તાહે મળેલો આ સપોર્ટ ફરી મળવાની સંભાવના ઓછી છે. બીજીબાજુ ઓઈલના ઊંચા ભાવ બજારના સેન્ટિમેન્ટ પર દબાણ નાંખી રહ્યા છે. આ કારણે રૂપિયો બહારના દબાણો પ્રત્યે વધુ સંવેદનશીલ થઈ ગયો છે. એવામાં ભારતીય રિઝર્વ બેન્કની દખલ એ નક્કી કરવામાં મહત્વનું પરીબળ બની રહેશે કે આગામી સમયમાં રૂપિયાની ચાલ કઈ દિશામાં જશે.


ક્રૂડ ઓઈલનો ભાવ મોટો પડકાર

રૂપિયા માટે સૌથી મોટો પડકાર હજુ પણ મોંઘું ક્રૂડ ઓઈલ છે. પાછલા સપ્તાહે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 6 ટકાથી વધુની તેવી આવી, જેનાથી તે 115 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયો. આ છેલ્લા છ મહિનાનું ટોચનું સ્તર છે. સાઉદી અરબ થયેલા હુમલા પછી સપ્લાયમાં અવરોધોના ડરે બજારમાં અનિશ્ચિતતા વધારી છે. ભારત ક્રૂડ ઓઈલની પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે. ઓઈલના ભાવ વધવાથી દેશનું આયાત બિલ પણ વધી જાય છે. તેનાથી વેપાર ઘાટ (ટ્રેડ ડેફિસિટ) વધી શકે છે અને રૂપિયા પર દબાણ આવી શકે છે.


ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ કંપનીઓને કરન્સીમાં ઉતાર-ચઢાવથી બચવા (હેજિંગ) માટે પ્રેરિત કરી શકે છે. સાથે જ તેનાથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI)નું સેન્ટિમેન્ટ પણ નબળું પડી શકે છે, જેથી ઘરેલુ ચલણ પર વધુ દબાણ આવી શકે છે. હાલ, ઓઈલ રિફાઈનરીઓ તરફથી ડોલરની માગ બજાર પર સીધું દબાણ લાવી નથી રહી, કારણ કે RBIની વિશેષ સુવિધા (સ્પેશિયલ વિન્ડો) મારફત તેઓ પોતાની વિદેશી ચલણની જરૂરિયાત બજારની બહારથી પૂરી કરી શકે છે. જોકે, ઓઈલના ઊંચા ભાવ ભારતના બાહ્ય ધિરાણ માટે મોટી ચિંતા છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Gold Price Hike

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver 6.png

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

dhanteras 2026 gold buying shubh muhurat

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

gold silver rate today dhanteras

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

CrudeOill

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Godl Silver.png

Gold Silver Price Today: અમેરિકામાં ટ્રમ્પની હારની અસર! સોનું ₹2,546 અને ચાંદી ₹2,365 થયા મોંઘાં

Crudeoil

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર

 Government Caps Rice-Based Ethanol Production

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી