KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Jio IPOની અસર : રૂપિયો સતત 8મા દિવસે મજબૂત, ડોલર ₹94.78 પર

છ અન્ય ચલણોની સરખામણીમાં ડોલરની સ્થિતિને માપતો અમેરિકન ડોલર ઈન્ડેક્સ 101.78ના સ્તરે મજબૂત જોવા મળ્યો

desk@kuberanowPublished On : 21 Oct 2026
Rupee 21
AI Generated Image

ભારતીય ચલણ રૂપિયો બુધવારે 21 ઓક્ટોબરે અમેરિકન ડોલર સામે તેજી સાથે ખૂલ્યો હતો અને દિવસના અંતે 0.5 ટકા મજબૂત થઈને 94.46 પ્રતિ ડોલરના સ્તરે બંધ થયો હતો, જે સપ્ટેમ્બરની શરૂઆત પછી રૂપિયાનું સૌથી મજબૂત સ્તર છે. રૂપિયાને જિયો પ્લેટફોર્મ્સના IPO સાથે સંકળાયેલો ડોલર ઈનફ્લો અને ભારતીય રિઝર્વ બેન્કના સપોર્ટથી મદદ મળ્યો છે. એવામાં રૂપિયાની તેજીનો સિલસિલો સતત આઠમા દિવસે પણ ચાલુ રહ્યો છે. સોમવારે 94.92ના સ્તરે બંધ થયા પછી બુધવારે રૂપિયો 15 પૈસાની તેજી સાથે પ્રતિ ડોલર 94.78 પર ખૂલ્યો હતો.


જોકે, દિવસના બીજા ભાગમાં રૂપિયો થોડોક નરમ થયો, કારણ કે ક્રૂડ ઓઈલના ભાવમાં ઊછાળો આવ્યો અને ઘરેલુ શૅરબજારમાં મોટો કડાકો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડ ઓઈલ વાયદો 1.3 ટકા વધીને 110 ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયો જ્યારે ભારતનો મુખ્ય સૂચકાંક નિફ્ટી-50 0.7 ટકા ગગડ્યો હતો. એક સરકારી બેન્ક કારોબારીએ કહ્યું કે, ઓઈલના ભાવમાં ઉતાર-ચઢાવ રૂપિયાને થોડો દબાણમાં રાખશે, પરંતુ નજીકના ભવિષ્યમાં રૂપિયામાં તિવ્ર ઘટાડાની સંભાવના ઓછી છે.


ફિનરેક્સનું કહેવું છે કે રુપિયો 94.73ના સ્તરે ખુલવાની આશા હતી. આજથી રિટેલ અને HNI (હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ્સ) માટે શરૂ થયેલા જિયો પ્લેટફોર્મ્સના IPOથી આવનારા વિદેશી રોકાણથી રૂપિયાને ફાયદો મળવાની આશા છે. આયાતકારો માટે ડોલર પર 94.73નો ભાવ નજીકના સમયમાં ખરીદી માટે સારો હોઈ શકે છે, કારણ કે બે મહિના અને તેનાથી પણ આગળના સમય માટે પ્રીમિયમ ઊંચું બનેલું છે. નિકાસકારોને 94.95ના સ્તરની રાહ જોવી જોઈએ, જેથી તેઓ ઉંચા પ્રીમિયમ પર ડોલર વેચી શકે અથવા હેજિંગ કરી શકે. બીજીબાજુ આયાતકારોએ માત્ર ઓક્ટોબર મહિના માટે જ ખરીદી કરવી જોઈએ જેથી તેઓ ઊંચા પ્રીમિયમના બોજથી બચી શકે.


જિયો પ્લેટફોર્મ્સના IPOથી રૂપિયાને ટેકો

વૈશ્વિક પરિસ્થિતિઓ પ્રતિકૂળ રહેવા છતાં જિયો પ્લેટફોર્મ્સના 3.2 અબજ ડોલરના IPO સાથે સંકળાયેલા રોકાણ પ્રવાહે રૂપિયાને મજબૂતી આપી છે. બુધવારે જાહેર રોકાણકારો માટે ખુલેલો આ આઈપીઓ 100 મિનિટના ઓછા સમયમાં જ સંપૂર્ણપણે સબસ્ક્રાઈબ થઈ ગયો. તે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. આ IPO વિદેશી રોકાણના પ્રવાહ ડોલરની માગ અને પૂરવઠાના સંતુલનને પ્રભાવિત કરી શકે છે, જેનાથી રૂપિયાને સમર્થન મળે છે.


રૂપિયા માટે 94.80નું સ્તર મહત્વનું

અમેરિકન ડોલર સામે રૂપિયો 95.00થી નીચે બની રહેવાથી હવે બજારનું ધ્યાન 94.80-94.70ના સ્તર પર છે. રૂપિયો સતત 94.80થી નીચે જળવાઈ રહેશે તો આગામી કેટલાક સપ્તાહમાં તે 94.00 પ્રતિ ડોલરના સ્તર સુધી પહોંચી શકે છે. તેનાથી રૂપિયાને નજીકના સમયમાં સકારાત્મક સમર્થન મળશે.


અન્ય એશિયન કરન્સી પર એક નજર

પ્રારંભિક કરોબારમાં અમેરિકન ડોલરની સરખામણીમાં એશિયન ચલણોનો દેખાવ મિશ્ર રહ્યો. તેમાં ઈન્ડોનેશિયન રુપિયો અને ચીની રેનમિનબી સૌથી મજબૂત જોવા મળ્યા. તેમાં 0.3 ટકા અને 0.099 ટકાની લીડ જોવા મળી છે. મલેશિયન રિંગિટમાં 0.012 ટકાની મામૂલી તેજી આવી છે. દક્ષિણ કોરિયન વોનમાં 0.013 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સિવાય તાઈવાન ડોલર 0.037 ટકા અને જાપાની યેન 0.051 ટકા નીચે આવી ગયા છે.


ફિલિપીનો પૈસોમાં 0.105 ટકાની નરમાઈ આવી જ્યારે થાઈ બહતનો દેખાવ સૌથી ખરાબ રહ્યો, જે પાછલા બંધ ભાવની સરખામણીમાં 0.196 ટકા ગગડ્યો છે. બુધવારે અમેરિકન ડોલર દબાણમાં રહ્યો. આ પહેલાના સત્રમાં તે ત્રણ સપ્તાહના નીચલા સ્તરે આવી ગયો હતો. ટ્રેઝરી યીલ્ડ અને ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાના કારણે ડોલરની માગ થોડી ઘટી છે. છ અન્ય ચલણોની સરખામણીમાં ડોલરની સ્થિતિ માપનારો અમેરિકન ડોલર ઈન્ડેક્સ મંગળવારે આવેલી 0.2 ટકાની નરમાઈ પછી આજે 101.78 પર મજૂબત જોવા મળી રહ્યો છે.


અનેક પરિબળો પર ફોકસ જરૂરી

જિયો પ્લેટફોર્મ્સના IPO સાથે સંકળાયેલા રોકડ પ્રવાહે રૂપિયાને મજબૂતી આપી છે, પરંતુ મોંઘા ક્રૂડ ઓઈલ અને મધ્ય-પૂર્વમાં વધતા તણાવ આગળની તેજીને મર્યાદિત કરી શકે છે. નજીકના ભવિષ્યમાં રૂપિયાની દિશા ઘણે અંશે વિદેશી રોકાણ પ્રવાહ, ઓઈલના ભાવ અને આરબીઆઈના નીતિગત સંકેતો પર નિર્ભર કરશે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Gold Price Hike

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver 6.png

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

dhanteras 2026 gold buying shubh muhurat

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

gold silver rate today dhanteras

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

CrudeOill

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Godl Silver.png

Gold Silver Price Today: અમેરિકામાં ટ્રમ્પની હારની અસર! સોનું ₹2,546 અને ચાંદી ₹2,365 થયા મોંઘાં

Crudeoil

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર

 Government Caps Rice-Based Ethanol Production

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી