KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold silver price today : સોનામાં ₹500ની નજીકનો કડાકો, ચાંદી ₹2,000થી વધુ ગગડી; આગળ શું?

Fedના નિર્ણય પહેલાં Gold-Silverમાં વેચવાલી, Comex પર પણ સોનું $4,022 અને ચાંદી $53.34 સુધી નરમ; સોના માટે ₹1,42,320 અને ચાંદી માટે ₹1,93,140 મહત્વના સપોર્ટ

desk@kuberanowPublished On : 27 Oct 2026
Gold Silverr
AI Generated Image

સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. ફેડરલ રિઝર્વની બેઠક પહેલા મંગળવારે 27 ઓક્ટોબરે બંને કિંમતી ધાતુઓના કારોબારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. વૈશ્વિક બજાર Comex પર સોના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 4,030 ડોલર નજીક જ્યારે ચાંદી વાયદો પ્રતિ ઔંસ 53.80 ડોલરના સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા. એ જ રીતે MCX પર સોના વાયદાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,42,427 તથા ચાંદી વાયદાનો ભાવ પ્રતિ કિલો રૂ. 1,93,100ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.


સોનાના ભાવમાં ઘટાડો

સોનાના વાયદાના ભાવની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 492 રૂપિયાના ઘટાડા સાથે રૂ. 1,42,581ના સ્તરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ રૂ. 1,43,073ના સ્તરે હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 0.42 ટકાના ઘટાડા સાથે રૂ. 1,42,427ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનાના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,80,779ના સ્તરે સર્વોચ્ચ સપાટી સર કરી છે.


ચાંદીમાં પણ કડાકો

ચાંદીના વાયદાના ભાવની શરૂઆત સુસ્ત રહી છે. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 2,004ના ઘટાડા સાથે રૂ. 1,93,789ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 1,95,793 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 1.32 ટકાના ઘટાડા સાથે રૂ. 1,93,200ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048ના સ્તરને સ્પર્શ કર્યો હતો.


Gold Silver 27 Info


વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીમાં નરમાઈ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના વાયદાના ભાવ નરમાઈ સાથે ટ્રેડ કરી રહ્યા છે. Comex પર સોનાના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 4,032.00 ડોલર પર ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 4,038.40 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે સોનાના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 0.40 ટકાના ઘટાડા સાથે 4022.30 ડોલરે ટ્રેડ કરી રહ્યો છે. સોનાના ભાવે આ વર્ષે 5,586.20 ડોલરનું સર્વોચ્ચ સ્તર પાર કર્યું હતું. Comex પર ચાંદીના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 54.07 ડોલરના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 54.34 ડોલર હતો. આ સમાચાર લખાય છેત્યારે તે 1.83 ટકાના ઘટાડા સાથે 53.345 ડોલરના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. ચાંદી વાયદાનો ભાવ આ વર્ષે પ્રતિ ઔંસ 121.79 ડોલરની સપાટીએ પહોંચ્યો હતો.


સોના અને ચાંદીમાં શોર્ટ કવરિંગ

ટેકનિકલ રૂપે સોનામાં શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. સોનાના ભાવમાં રૂ. 1,049ની તેજી આવી જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ 1.39 ટકા ઘટીને 15,996 કોન્ટ્રાક્ટર રહી ગયો. સોનાને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,42,320ના સ્તરે ટેકો મળી રહ્યો છે. તેનાથી નીચે આગામી સપોર્ટ રૂ. 1,41,560 પર છે. બીજીબાજુ પ્રતિકારક સ્તર રૂ. 1,43,600 છે. આ સ્તરથી ઉપર ટકાઉ તેજી આવતા કિંમત રૂ. 1,44,120 સુધી પહોંચી શકે છે. તેનાથી વિપરિત રૂ. 1,42,320થી નીચે તૂટતા ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે અને તે રૂ. 1,41,560 સુધી આવી શકે છે.


ટેકનિકલરૂપે ચાંદીમાં પણ શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. ચાંદીના ભાવમાં રૂ. 74ની તેજી આવી છે જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ 1.15 ટકા ઘટીને 16,683 કોન્ટ્રાક્ટ રહી ગયો છે. ચાંદીને રૂ. 1,93,140ના સ્તરે સપોર્ટ મળ્યો છે. તેનાથી નીચે આગામી સપોર્ટ રૂ. 1,90,490 પર છે. બીજીબાજુ પ્રતિકારક સ્તર રૂ. 1,97,820 છે. આ સ્તરથી ઉપર ટકાઉ તેજી આવતા કિંમત રૂ. 1,99,840 સુધી પહોંચી શકે છે. તેનાથી વિપરિત રૂ. 1,93,140થી નીચે તૂટતા ભાવ ગગડી શકે છે અને કિંમત રૂ. 1,90,490 સુધી આવી શકે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Gold Price Hike

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver 6.png

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

dhanteras 2026 gold buying shubh muhurat

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

gold silver rate today dhanteras

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

CrudeOill

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Godl Silver.png

Gold Silver Price Today: અમેરિકામાં ટ્રમ્પની હારની અસર! સોનું ₹2,546 અને ચાંદી ₹2,365 થયા મોંઘાં

Crudeoil

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર

 Government Caps Rice-Based Ethanol Production

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી