KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold Silver Price Today: સોનું-ચાંદી ફરી ગગડ્યાં, MCX પર સોનું ₹1.42 લાખની નીચે, ચાંદી ₹1.86 લાખ નજીક

અમેરિકામાં મોંઘવારીની ચિંતા અને આકરી નાણાં નીતિની આશંકાથી કિંમતી ધાતુઓ પર વેચવાલીનું દબાણ વધ્યું, MCX પર સોનું 0.48% અને ચાંદી 1.98% ઘટી; વૈશ્વિક બજારમાં પણ સોનું 0.95% અને ચાંદી 2.84% ગગડી

kuberanow deskPublished On : 30 Oct 2026
Gold Silver30.png
AI Generated Image

અમેરિકામાં મોંઘવારીમાં સતત વધારાની ચિંતાથી નાણાં નીતિ હોકિશ રહેવાની સંભાવના મજબૂત થઈ છે, જેથી સોના અનેચાંદીમાં તાજી વેચવાલી જોવા મળી રહી છે. જેનાથી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે 30 ઓક્ટોબરે વૈશ્વિક બજાર Comex પર સોના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 4,000 ડોલર જ્યારે ચાંદી વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 51.30 ડોલર નજીક ટ્રેડ થઈ રહ્યો છે. ઘરેલુ બજાર MCXમાં સોના વાયદાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,41,800 જ્યારે ચાંદી વાયદાનો ભાવ પ્રતિ કિલો રૂ. 1,86,750ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.


સોના અને ચાંદીના ભાવમાં કડાકો

સોનાના વાયદાના ભાવની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 371 રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,42,225ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 1,42,596 હતો. આ સમાચાર લખાય છેત્યારે આ કોન્ટ્રાક્ટનો ભાવ 0.48 ટકાના ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,41,914ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,80,779ની સર્વોચ્ચ સપાટી સર કરી હતી.


ઘરેલૂ બજારમાં ચાંદીના વાયદાના ભાવની શરૂઆત પણ સુસ્ત રહી હતી. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 1676ના ઘટાડા સાથે પ્રતિ કિલો રૂ. 1,87,777ના સ્તરે ખૂલ્યો હતો.પાછલો બંધ ભાવ રૂ. 1,89,453 હતો. આ લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટનો ભાવ 1.98 ટકાના ઘટાડા સાથે પ્રતિ કિલો રૂ. 1,85,700ના સ્તરે ટ્રેડ થઈ રહી છે. ચાંદીના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048ના સ્તરે સર્વોચ્ચ સપાટી સર કરી હતી.


વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં નરમાઈ

આંતરરાષ્ટરીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી છે. Comex પર સોનું પ્રતિ ઔંસ 4,033.60ના સ્તરે ખૂલ્યું હતું. પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 4,031.40 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે સોનાના વાયદાનો ભાવ 38 ડોલર એટલે કે 0.95 ટકાના ઘટાડા સાથે પ્રતિ ઔંસ 3,993 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સોના વાયદાએ આ વર્ષે પ્રતિ ઔંસ 5,586 ડોલરની સપાટીને સ્પર્શ કર્યો હતો. એ જ રીતે Comex પર ચાંદીનો વાયદો પ્રતિ ઔંસ 52.25 ડોલરે ખૂલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ 52.38 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે તે 1.490 ડોલર એટલે કે 2.84 ટકાના ઘટાડા સાથે પ્રતિ ઔંસ 50.890 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ ઔંસ 121.79 ડોલરની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો.


Gold Silver Info30.png


સોના અને ચાંદીમાં નવેસરથી વેચવાલીનું દબાણ

ટેકનિકલરૂપે સોનાના બજારમાં નવેસરથી વેચવાલી જોવા મળી રહી છે. ઓપન ઈન્ટરેસ્ટ 0.08 ટકા વધીને 15603 કોન્ટ્રાક્ટ થઈ ગયો જ્યારે ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 1,109નો ઘટાડો જોવા મળ્યો. સોનાને હાલ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,41,990ના સ્તર પર સપોર્ટ મળી રહ્યો છે. ત્યાર પછી આગામી સપોર્ટ રૂ. 1,41,390ના સ્તરે મળશે. બીજીબાજુ પ્રતિકારક સ્તર પ્રતિ 10 ગ્રામ રૂ. 1,43,560 છે. આ સ્તરથી ઉપર ટકી રહેતા સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,44,520ના સ્તરે પહોંચી શકે છે. એ જ રીતે ટેકનિકલ રૂપે ચાંદીમાં પણ નવેસરથી વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. ઓપન ઈન્ટરેસ્ટ 7.62 ટકા વધીને 17,862 કોન્ટ્રાક્ટ થયો છે જ્યારે ભાવમાં 4,872નો ઘટાડો નોંધાયો છે. ચાંદીને હાલમાં પ્રતિ કિલો રૂ. 1,87,630ના સ્તરે સપોર્ટ મળી રહ્યો છે. ત્યાર પછી આગામી સપોર્ટ રૂ. 1,85,800ના સ્તરે છે. ચાંદીમાં પ્રતિકારક સ્તર પ્રતિ કિલો રૂ. 1,92,600ના સ્તરે છે. આ સ્તરથી ઉપર ટકી રહેતા ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 1,95,740ના સ્તરે પહોંચી શકે છે.


સોના અને ચાંદીના ભાવ પર શુક્રવારે દબાણ જોવા મળ્યું હતું. અમેરિકામાં મોંઘવારીની ચિંતા વધતા નાણાં નીતિ આકરી થવાની સંભાવના મજબૂત થઈ છે. એશિયન કારોબારના શરૂઆતના સમયમાં હાજર સોનું ગગડીને પ્રતિ ઔંસ 4,006.06 ડોલર પર આવી ગયું હતું જ્યારે અમેરિકન સોના વાયદો પ્રતિ ઔંસ 4,018.50 ડોલર રહ્યો હતો. આ પહેલા પાછલા કારોબારી સત્રમાં હાજર ચાંદી 3.5 ટકા ગગડીને પ્રતિ ઔંસ 52.08 ડોલર પર આવી ગઈ હતી. કિંમતી ધાતુઓમાં આ નરમાઈ નજીકના ભવિષ્યમાં વ્યાજ દરમાં કાપની આશા ઘટવાના સંકેત આપે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Gold Price Hike

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver 6.png

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

dhanteras 2026 gold buying shubh muhurat

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

gold silver rate today dhanteras

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

CrudeOill

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Godl Silver.png

Gold Silver Price Today: અમેરિકામાં ટ્રમ્પની હારની અસર! સોનું ₹2,546 અને ચાંદી ₹2,365 થયા મોંઘાં

Crudeoil

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર

 Government Caps Rice-Based Ethanol Production

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી