Gold-Silver Price Today: વ્યાજદરનો ડર ઘટ્યો, સોના-ચાંદીમાં ખરીદી વધી
ફેડની નરમ નાણાંનીતિના સંકેતો અને ક્રૂડ ઓઈલના ઘટાડાથી કિંમતી ધાતુઓમાં તેજી. MCX પર સોનું ₹1.48 લાખ અને ચાંદી ₹2.12 લાખની આસપાસ પહોંચી.

ફેડરલ રિઝર્વના ચેરમેન કેવિન વોર્શની નરમ નાણાંનીતિ સંબંધિ ટીપ્પણીઓ પછી વેપારીઓએ ઓક્ટોબરમાં વ્યાજદર વધવાની આશા ઘટાડી દીધી છે. તેનાથી સોનાના ભાવમાં તેજીને મજબૂતી મળી છે. ક્રૂડ ઓઈલ સસ્તુ થવાથી પણ ભાવમાં ઊછાળાને ટેકો મળ્યો છે. સોમવારે 19 ઓક્ટોબરે સાના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. વૈશ્વિક બજાર Comex પર સોનાના વાયદાના ભાવ પ્રતિ ઔંસ 4,200 ડોલર નજીક, જ્યારે ચાંદી પ્રતિ ઔંસ 57.60 ડોલર નજીક ટ્રેડ કરી રહ્યા હતા. આ સમાચાર લખાય છે ત્યારે ઘરેલુ બજાર MCX પર સોના વાયદાનો ભાવ રૂ. 1,48,281 તથા ચાંદીનો ભાવ રૂ. 2,11,747 નજીક ટ્રેડ થઈ રહ્યા છે.
સોનાના ભાવમાં ઊછાળો
ઘરેલુ બજારમાં સોમવારે 19 ઓક્ટોબરે સોનાના વાયદાના ભાવની શરૂઆત તેજી સાથે થઈ છે. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 479ની તેજી સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,48,397ના ભાવે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,47,918 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 0.25 ટકાના ઊછાળા સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,48,281ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,80,779ની સર્વોચ્ચ સપાટીને સ્પર્શ કર્યો હતો.
ચાંદીના વાયદાના ભાવની શરૂઆત પણ તેજી સાથે થઈ. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ પ્રતિ કિલો રૂ. 1,132ની તેજી સાથે રૂ. 2,12,319ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ પ્રતિ કિલો રૂ. 2,11,187 હતો. આ સમાચર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ પ્રતિ કિલો રૂ. 1,183ની તેજી સાથે રૂ. 2,12,370ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના વાયદાનો ભાવ આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048ની ટોચની સપાટીએ પહોંચ્યો હતો.
વૈશ્વિક બજારમાં પણ સોના-ચાંદીમાં તેજી
વૈશ્વિક બજારમાં પણ સોના ચાંદીના વાયદાના ભાવ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજાર Comex પર સોનું પ્રતિ ઔંસ રૂ. 4,185 ડોલરના ભાવે ખૂલ્યું હતું. પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ રૂ. 4,181.10 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે સોનું 0.57 ટકાની તેજી સાથે પ્રતિ ઔંસ 4,205.10 ડોલરના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. સોનું આ વર્ષે પ્રતિ ઔંસ 5,586.20 ડોલરના સર્વોવ્ચ સ્તરે પહોંચ્યું હતું.
Comex પર ચાંદીના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 57.13 ડોલરના સ્તરે ખુલ્યો હતો. પાછલો બંધ ભાવ 57.30 ડોલર હતો. આ સમાચાર લખાય છે ત્યારે ચાંદી 0.97 ટકાની તેજી સાથે પ્રતિ ઔંસ 87.860 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહી છે. ચાંદીએ આ વર્ષે 121.79 ડોલરનું ટોચનું સ્તર હાંસલ કર્યું હતું.
સોના-ચાંદીમાં તેજી શા માટે?
ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડાથી મોંઘવારીની ચિંતા ઓછી થઈ છે, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાને સમર્થન મળી રહ્યું છે. ભારત માટે સસ્તું ક્રૂડ ઓઈલ રૂપિયા પર દબાણ પણ ઘટાડી શકે છે. આ કારણોથી હાલ સોના અને ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. ચાંદીમાં ટ્રેડ કરનારાએ ભાવમાં વધુ ઉતાર-ચઢાવ માટે તૈયાર રહેવું જોઈએ. પાછલા કારોબારી સત્રમાં ચાંદીના ભાવમાં અંદાજે 1.56 ટકાનો ઉતાર-ચઢાવ રહ્યો હતો જ્યારે સોનામાં તે 0.89 ટકા હતો. તેથી બંને કિંમતી ધાતુઓમાં રોકાણ કરતી વખતે જોખમની દૃષ્ટિએ રકમ નક્કી કરવી જોઈએ. લાંબા સમય માટે રોકાણ કરનારા લોકો સિંગલ પેમેન્ટ કરી નાણાં લગાવવાના બદલે ટૂકડે ટૂકડે ખરીદી કરી શકે છે.
સોના-ચાંદીમાં આ સ્તર મહત્વના
ટેકનિકલરૂપે સોનામાં શોર્ટ કવરિંગ જોવા મળી રહ્યું છે. સોનામાં 429 રૂપિયાની તેજી સાથે ઓપન ઈન્ટરેસ્ટ 2.15 ટકા ઘટીને 16,717 કોન્ટ્રાક્ટ રહી ગયા. સોનાને રૂ. 1,47,350 પર સપોર્ટ મળે છે જ્યારે તેનાથી નીચે આગામી સપોર્ટ રૂ. 1,46,780 છે. પ્રતિકારક સ્તર રૂ. 1,48,660 પર છે. ભાવ આ સ્તરથી ઉપર ટકી રહેશે તો સોનું રૂ. 1,49,400 સુધી પણ જઈ શકે છે.
ટેકનિકલરૂપે ચાંદીમાં પણ શોર્ટ કવરિંગ જોવા મળે છે. ચાંદીના ભાવમાં રૂ. 527ની તેજી સાથે ઓપન ઈન્ટરેસ્ટ 1.78 ટકા ઘટીને 20,056 કોન્ટ્રાક્ટ રહી ગયો. ચાંદીને રૂ. 2,09,930ના સ્તરે સપોર્ટ મળ્યો છે જ્યારે આગામી સપોર્ટ રૂ. 2,08,670 છે. એ જ રીતે પ્રતિકારક સ્તર રૂ. 2,13,220 છે. ભાવ આ સ્તરથી ઉપર ટકી રહેશે તો ચાંદી રૂ. 2,15,250 સુધી પહોંચી શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Gold Silver Price Today: અમેરિકામાં ટ્રમ્પની હારની અસર! સોનું ₹2,546 અને ચાંદી ₹2,365 થયા મોંઘાં

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર







