Gold-Silver Price Today: સોનામાં ₹1,000 અને ચાંદીમાં ₹4,300નો કડાકો, હવે કયા લેવલ પર સપોર્ટ?
ક્રૂડની તેજીએ બુલિયનની ચમક ઓછી કરી, સોનું ₹1.45 લાખની નીચે, પશ્ચિમ એશિયાના વધતા તણાવ વચ્ચે સપ્લાયની ચિંતાથી ક્રૂડ મોંઘું થયું, જ્યારે સોના-ચાંદીમાં ભારે વેચવાલી જોવા મળી. હવે ₹1,46,570નું સ્તર સોના માટે મહત્વનું રહેશે.

સાઉદી અરબના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુથી બળવાખોરોના ડ્રોન હુમલા પછી ક્રૂડ ઓઈલના ભાવ વધીને પ્રતિ બેરલ 98 ડોલર નજીક પહોંચી ગયા છે, જેથી ગુરુવારે 22 ઓક્ટોબરે સોના-ચાંદીના ભાવનો પ્રારંભિક કારોબાર નરમાઈ સાથે ટ્રેન્ડ કરી રહ્યા છે. વૈશ્વિક બજાર Comex પર સોનાના વાયદાના ભાવ પ્રતિ ઔંસ 4,110 ડોલર નજીક છે જ્યારે ચાંદી પ્રતિ ઔંસ 56.50 ડોલર નજીક ટ્રેડ થઈ રહ્યા હતા. ઘરેલુ બજાર MCX પર સમાચાર લખાય છે ત્યારે સોનાના વાયદાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,44, 842 જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ 1 કિલો રૂ. 2,03,860 પર ટ્રેડ થઈ રહ્યા છે.
સોનાના ભાવમાં ઘટાડો
સોનાના વાયદાના ભાવની શરૂઆત નરમાઈ સાથે થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 1,087 રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,44,992ના ભાવે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 1,46,079 હતો. આ સમાચાર લખાય છે ત્યારે સોનાનો કોન્ટ્રાક્ટ 0.85 રૂપિયાના ઘટાડા સાથે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,44,842ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના વાયદાના ભાવે આ વર્ષે રૂ. 1,80,779નું સર્વોચ્ચ સ્તર સ્પર્શ કરી લીધું હતું.
ચાંદીએ ચમક ગુમાવી
ચાંદીના વાયદાના ભાવની શરૂઆત પણ ઘટાડા સાથે થઈ હતી. ઘરેલુ બજાર MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 3,168 રૂપિયાના કડાકા સાથે પ્રતિ કિલો રૂ. 2,06,000ના સ્તરે ખુલ્યો હતો. તેનો પાછલો બંધ ભાવ રૂ. 2,09,168 હતો. આ સમાચાર લખાય છે ત્યારે કોન્ટ્રાક્ટ રૂ. 4,364ના ઘટાડા સાથે રૂ. 2,04,804ના ભાવ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીનો વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,04ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીમાં તેજી
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના વાયદાના ભાવ નરમાઈ સાથે ટ્રેડ કરી રહ્યા છે. Comex પર સોનું પ્રતિ ઔંસ 4,159 ડોલરના ભાવે ખૂલ્યું હતું. પાછલી ક્લોઝિંગ પ્રાઈસ પ્રતિ ઔંસ 4,150 ડોલર હતી. આ સમાચાર લખાય છે ત્યારે સોનું 39.70 ડોલરના ઘટાડા સાથે પ્રતિ ઔંસ 4,110.30 ડોલરના સ્તરે ટ્રેડ કરી રહ્યું છે. સોનાના ભાવે આ વર્ષે 5,586.20 ડોલરના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો. Comex પર ચાંદીના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 58.09 ડોલરના સ્તરે ખૂલ્યો હતો. પાછલી ક્લોઝિંગ પ્રાઈસ 57.71 ડોલર હતી. આ સમાચાર લખાય છે ત્યારે ચાંદી વાયદો 2.53 ડોલરની નરમાઈ સાથે પ્રતિ ઔંસ 56.250 ડોલરના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. ચાંદીના વાયદાએ આ વર્ષે પ્રતિ ઔંસ 121.79 ડોલરના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ કર્યો હતો.
સાઉદીના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાએ ક્રૂડના ભાવ વધાર્યા
સાઉદી અરબના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુથી બળવાખોરોએ હુમલા કરતા ક્રૂડ ઓઈલના સપ્લાયની અછતની આશંકાથી ક્રૂડ ઓઈલમાં ઉછાળો આવ્યો છે. આ કારણોથી હાલ સોના અને ચાંદીમાં તેજી જોવા મળી રહ છે. ચાંદીમાં ટ્રેડ કરનારા રોકાણકારોએ ભાવમાં વધુ ઉતાર-ચઢાવ માટે તૈયાર રહેવું જોઈએ. બંને કિંમતી ધાતુઓમાં રોકાણ કરતી વખતે જોખમના હિસાબે રકમ નક્કી કરવી જોઈએ. લાંબા સમય માટે રોકાણ કરનારા લોકોએ એકસાથે રોકાણ કરવાના બદલે ટૂકડે ટૂકડે ખરીદી કરવી જોઈએ. તેનાથી ઘરેલુ બજારમાં આખી રાતના કારોબારની પૂરી અસર જોવા મળી શકે.
સોનાને 1.45 લાખ પર સપોર્ટ, ચાંદીમાં વેચવાલીનું દબાણ
ટેકનિકલ રૂપે સોનામાં લોન્ગ અનવાઈન્ડિંગ જોવા મળી રહ્યું છે. ભાવમાં રૂ. 440ના ઘટાડા સાથે ઓપન ઈન્ટરેસ્ટ 1.38 ટકા ઘટીને 16,597 કોન્ટ્રાક્ટ રહ્યો હતો. સોનાને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,45,560ના સ્તરે ટેકો મળ્યો છે જ્યારે તેનાથી નીચે આગામી સપોર્ટ રૂ. 1,45,040 છે. સોના માટે રૂ. 1,46,570 પ્રતિકારક સ્તર છે. ભાવ આ સ્તરથી ઉપર ટકી રહેશે તો સોનું રૂ. 1,47,050 સુધી પહોંચી શકે છે.
ટેકનિકલ રૂપે ચાંદીમાં તાજા વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે.ભાવમાં રૂ. 2,317ના ઘટાડા સાથે ઓપન ઈન્ટરેસ્ટ 1.87 ટકા ઘટીને 19,888 કોન્ટ્રાક્ટ થઈ ગયા છે. ચાંદીને રૂ. 2,08,170ના સ્તરે સપોર્ટ મળ્યો છે જ્યારે આગામી સપોર્ટ રૂ. 2,07,170 પર છે.ચાંદી માટે રૂ. 2,10,520 પ્રતિકારક સ્તર છે. ભાવ આ સ્તરથી ઉપર ટકી રહેશે તો ચાંદી રૂ. 2,11,880 સુધી પહોંચી શકે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Gold Silver Price Today: અમેરિકામાં ટ્રમ્પની હારની અસર! સોનું ₹2,546 અને ચાંદી ₹2,365 થયા મોંઘાં

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર







