KuberaNowLogo
Friday, 06/11/2026
InstagramFacebookXYouTubeLinkedInWhatsAppTelegram
Background

Advertise With Us

Reach Millions. Build Your Brand

Gold Silver Price Today: સોનામાં રિકવરી, ચાંદીમાં ફરી વેચવાલીનું દબાણ

MCX પર સોનું ₹1.42 લાખ નજીક, ચાંદી ₹1.95 લાખની આસપાસ; સપોર્ટ-રેઝિસ્ટન્સ લેવલ પર નજર, વૈશ્વિક બજારમાં સોનું 0.23% વધ્યું, જ્યારે ચાંદી 0.14% ઘટી; બંનેમાં લોંગ અનવાઈન્ડિંગ

desk@kuberanowPublished On : 26 Oct 2026
GoldSilver

ગયા સપ્તાહે જબરજસ્ત વેચવાલીના દબાણમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો હતો, જેથી આ સપ્તાહના પહેલા દિવસે નીચલા સ્તરેથી ખરીદીથી તેની શરૂઆત તેજી સાથે થઈ હતી. જોકે, હજુ પણ સોનું ત્રણ મહિનાના નીચલા સ્તર પર ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે ચાંદી રૂ. 2 લાખથી નીચે ટ્રેડ થઈ રહી છે.


સોમવારે 26 ઓક્ટોબરે વૈશ્વિક બજાર Comex પર સોનાના વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 4,017 ડોલર નજીક હતો જ્યારે ચાંદીનો વાયદો પ્રતિ ઔંસ 53.875 ડોલર નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. ઘરેલુ બજાર MCX પર આ સમાચાર લખાય છે ત્યારે સોનાના વાયદાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ. 1,42,450 જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો રૂ. 1,96,350ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.


સોનાના ભાવમાં ઊછાળો

સોનાના વાયદાના ભાવની શરૂઆત તેજી સાથે થઈ હતી. MCX પર સોનાનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ 277 રૂપિયાની તેજી સાથે રૂ. 1,42,301ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ. 1,42,024 હતો. આ સમાચાર લખાય છે ત્યારે 0.30 ટકાના ઊછાળા સાથે રૂ. 1,42,447ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ 10 ગ્રામ રૂ. 1,80,779ની સર્વોચ્ચ સપાટી સર કરી હતી.


ચાંદી પણ ચમકી

ચાંદીના ડિસેમ્બર વાયદાના ભાવની શરૂઆત પણ તેજીમય રહી હતી, પરંતુ બપોરના સમયમાં ચાંદીમાંનરમાઈ જોવા મળી હતી. MCX પર ચાંદીના બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટનો ભાવ 538ની તેજી સાથે પ્રતિ કિલો રૂ. 1,96,257ના સ્તરે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ રૂ.1,95,719 હતો. આ સમાચાર લખાય છે ત્યારે આ કોન્ટ્રાક્ટ 0.40 ટકાની નરમાઈ સાથે પ્રતિ કિલો રૂ. 1,94,939ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના વાયદાના ભાવે આ વર્ષે પ્રતિ કિલો રૂ. 4,20,048ની સર્વોચ્ચ સપાટી પાર કરી હતી.


Gold Silver 26 Info


વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં તેજી

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના વાયદાના ભાવ તેજી જ્યારે ચાંદી વાયદાના ભાવ નરમાઈ સાથે ટ્રેડ કરી રહ્યા છે. Comex પર સોનાનો ભાવ પ્રતિ ઔંસ 4,012.20 ડોલરના સ્તરે ખૂલ્યો હતો. પાછળો બંધ ભાવ 4,007.90 ડોલર પ્રતિ ઔંસ હતો. આ લખાય છે ત્યારે બપોરે સોનું પ્રતિ ઔંસ 9.30 ડોલર એટલે કે 0.23 ટકાની તેજી સાથે 4,017.20 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. સોનાના ભાવે આ વર્ષે પ્રતિ ઔંસ 5,586.20 ડોલરની સર્વોચ્ચ સપાટી સર કરી લીધી છે.


Comex પર ચાંદી વાયદાનો ભાવ પ્રતિ ઔંસ 54.29 ડોલરના સ્તરે તેજી સાથે ખૂલ્યો હતો. પાછલો બંધ ભાવ પ્રતિ ઔંસ 53.94 ડોલર હતો. જોકે, આ સમાચાર લખાય છે ત્યારે ચાંદી વાયદાનો ભાવ 0.14 ટકાની નરમાઈ સાથે પ્રતિ ઔંસ 53.875ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાના ભાવે આ વર્ષે 121.79 ડોલરની સર્વોચ્ચ સપાટી પાર કરી હતી.


સોનાને ₹1,41,200નો સપોર્ટ અને ₹1,42,990ના સ્તરે રેઝિસ્ટન્સ

ટેકનિકલ રૂપે સોનામાં લોન્ગ અનવાઈન્ડિંગ જોવા મળી રહ્યું છે. ઓપન ઈન્ટરેસ્ટ 2.54 ટકા ઘટીને 16,222 કોન્ટ્રાક્ટ રહી ગયો છે જ્યારે ભાવમાં રૂ. 1,285નો ઘટાડો થયો છે. સોનાને પ્રતિ 10 ગ્રામ રૂ. 1,41,200ના સ્તરે તાત્કાલિક સપોર્ટ મળ્યો છે. ત્યાર પછી આગામી સપોર્ટ રૂ. 1,40,370ના સ્તરે છે. સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 1,42,990ના સ્તરે પ્રતિકારનો સામનો કરી રહ્યું છે. ત્યાર પછી રૂ. 1,43,950 આગામી પ્રતિકારક સ્તર છે. સોનામાં સપોર્ટનું સ્તર તૂટશે તો વેચવાલીનું દબાણ વધી શકે છે જ્યારે પ્રતિકારક સ્તરથી ઉપર સતત ટકી રહેતા ભાવમાં રિકવરી આવી શકે છે.


ચાંદી માટે ₹1,92,470 અને ₹1,98,640 મહત્વના સ્તર

ટેકનિકલ રૂપે ચાંદીમાં પણ લોન્ગ અનવાઈન્ડિંગ જોવા મળી રહ્યું છે. ઓપન ઈન્ટરેસ્ટ 11.35 ટકા ઘટીને 16,877 કોન્ટ્રાક્ટ રહી ગયો છે જ્યારે ભાવમાં પ્રતિ કિલો રૂ. 3,880નો ઘટાડો આવ્યો છે. ચાંદીમાં તાત્કાલિક સપોર્ટ પ્રતિ કિલો રૂ. 1,92,470ના સ્તરે છે. ત્યાર પછી આગામી સપોર્ટ રૂ. 1,89,230ના સ્તર પર છે. બીજીબાજુ ચાંદી વાયદો પ્રતિ કિલો રૂ. 1,98,640ના સ્તરે પ્રતિકારનો સામનો કરી રહ્યું છે. ત્યાર પછી આગામી પ્રતિકારક સ્તર રૂ. 2,01,570 છે. સપોર્ટ તૂટતા ઘટાડો વધી શકે છે જ્યારે પ્રતિકારક સ્તરથી ઉપર સતત ટકી રહેતા ભાવમાં રિકવરી જોવા મળી શકે છે.


આ પણ જૂઓ

Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.

Share Link
WhatsAppFacebookXLinkedIn

Also Read

Gold Price Hike

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver 6.png

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

dhanteras 2026 gold buying shubh muhurat

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

gold silver rate today dhanteras

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

CrudeOill

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Godl Silver.png

Gold Silver Price Today: અમેરિકામાં ટ્રમ્પની હારની અસર! સોનું ₹2,546 અને ચાંદી ₹2,365 થયા મોંઘાં

Crudeoil

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર

 Government Caps Rice-Based Ethanol Production

ખાંડ પછી ચોખાનો વારો! સરકારે Ethanol ઉત્પાદન માટે ચોખાના ઉપયોગ પર મર્યાદા નક્કી કરી