Crude Oil Price : ઈરાનના કેશ્મ ટાપુ પર અમેરિકાના હુમલાથી ક્રૂડ ઓઈલમાં ફરી ઊછાળો, બ્રેન્ટ 105 ડોલરને પાર
હોર્મુઝની ખાડીમાં સપ્લાય ખોરવાવાની ચિંતાથી ક્રૂડના ભાવમાં તેજી, WTI $97.67 પ્રતિ બેરલ સુધી પહોંચ્યું, અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો પણ ચાલુ.

ક્રૂડ ઓઈલના ભાવમાં મંગળવારે ફરી એક વખત ઊછાળો જોવા મળ્યો છે. અમેરિકામાં મધ્યવર્તી ચૂંટણીનું મતદાન શરૂ થાય તે પહેલાં જ પ્રમુખ ટ્રમ્પે ઈરાનના કેશમ ટાપુ પર મિસાઈલ હુમલો કર્યો હોવાના અહેવાલ છે. આ અહેવાલોના પગલે મંગળવારે પ્રારંભિક એશિયન કારોબારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્રતેજી જોવા મળી હતી. અમેરિકાના હુમલાના અહેવાલોથી પશ્ચિમ એશિયામાં છેલ્લા આઠ મહિનાથી ચાલતું અમેરિકા-ઈરાનનું યુદ્ધ વધુ ભડકવાની આશંકા છે. સાથે જ આ ક્ષેત્રમાંથી ક્રૂડ ઓઈલનો પુરવઠો લાંબા સમય સુધી ખોરવાઈ જવાની ચિંતા વધી ગઈ છે.
અમેરિકા-ઈરાન યુદ્ધના અહેવાલોના પગલે મંગળવારે બ્રેન્ટ ક્રૂડ સવારે પ્રતિ બેરલ 104.45 ડોલરના સ્તરે ખૂલ્યું હતું. તેનો પાછલો બંધ ભાવ 104.77 ડોલર હતો. અને થોડી જ વારમાં પ્રતિ બેરલ 107 ડોલરના સ્તરે પહોંચીને ઘટાડો જોવા મળ્યો હતો. હાલ ક્રૂડ 0.94 ટકા વધીને 105.76 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. એ જ રીતે અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ પ્રતિ બેરલ 96.300 ડોલરના સ્તરે ખૂલ્યું હતું. તેનો પાછલો બંધ ભાવ 96.300 ડોલર હતો. જોકે, દિવસના સમયમાં WTI પ્રતિ બેરલ 98.690ની ટોચે જઈને પાછું ફર્યું હતું અને તે 1.25 ટકાના ઉછાળા સાથે 97.670ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે.
ઈરાનના કેશમ ટાપુ પર અમેરિકન હુમલાના અહેવાલ
વોલ સ્ટ્રીટ જર્નલે અમેરિકન અધિકારીઓને ટાંકીને જણાવ્યું કે, અમેરિકાએ ઈરાનના કેશમ ટાપુ પર હુમલો કર્યો છે. કેટલાક અધિકારીઓ મુજબ આ હુમલો ડિફેન્સના આશયથી કરાયો હતો,જેથી ઈરાનને હોર્મુઝની ખાડીમાં કોમર્શિયલ જહાજો પર હુમલા કરતા રોકી શકાય. કેસીએમ ટ્રેડના ચીફ માર્કેટ એનાલિસ્ટ ટિમ વાટરરે કહ્યું કે આ સમાચારથી ક્રૂડ ઓઈલના ભાવમાં યુદ્ધ સાથે સંકળાયેલું જોખમ ફરી વધી ગયું છે. તેમના મુજબ બજારમાં હજુ અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત મારફત તણાવ ઓછો થવાની આશા હતી. પરંતુ સૈન્ય કાર્યવાહી ચાલુ રહેવાના અહેવાલે બજારનું વલણ બદલી નાંખ્યું છે.
અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટો ચાલુ
ઈરાને સોમવારે બે નવેમ્બરે કહ્યું હતું કે, અમેરિકા સાથે યુદ્ધ ખતમ કરવા માટે વાતચીત ચાલુ છે. કતારની મધ્યસ્થતામાં ઈરાનના અધિકારીઓ સાથે અનેક દિવસો સુધી ચર્ચા થઈ. આ દરમિયાન પ્રસ્તાવોમાં કેટલાક ફેરફાર કરાયા છે, પરંતુ કોઈ સમજૂતી પર સહમતિ બની શકી નથી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઈરાન પર ફરીથી સૈન્ય હુમલા શરૂ કરવાની તેમની છેલ્લી ચેતવણી અંગે અનિશ્ચિતતા વ્યક્ત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, તહેરાન સાથે સમજૂતી શક્ય છે. ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશકિયાને કહ્યું કે, દેશના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા મોજતબા ખામેનેઈએ સરકારને શાંતિ વાટાઘાટો આગળ વધારવા માટે કેટલાક અધિકાર આપ્યા છે.
હોર્મુઝની ખાડીમાં સપ્લાય પર સંકટ
અમેરિકા અને ઈરાન વચ્ચે ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલું યુદ્ધ હજુ પણ ચાલુ છે. આ યુદ્ધના કારણે હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજોના પરિવહનમાં ભારે ઘટાડો આવ્યો છે. યુદ્ધ શરૂ થતા પહેલા દુનિયામાં ક્રૂડ ઓઈલ તથા પ્રાકૃતિક ગેસનો કુલ સપ્લાયનો અંદાજે પાંચમો ભાગ આ સમુદ્રી માર્ગેથી પસાર થાય છે. આ માર્ગ પર તણાવના કારણે વૈશ્વિક ઊર્જા સપ્લાય ખોરવાઈ ગયો છે. આ કારણથી જ પશ્ચિમ એશિયામાં કોઈ પણ નવી સૈન્ય કાર્યવાહીના સમાચારની અસર ક્રૂડ ઓઈલના ભાવ પર તુરંત જોવા મળે છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Gold Silver Price Today: અમેરિકામાં ટ્રમ્પની હારની અસર! સોનું ₹2,546 અને ચાંદી ₹2,365 થયા મોંઘાં

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર







