રશિયન ઓઈલ પર છૂટ છતાં ક્રૂડમાં આગ! બ્રેન્ટ 110 ડોલરને પાર, WTI પણ 100 ડોલરની નજીક
હોર્મુઝથી સાઉદી સુધી સપ્લાય ચિંતા, ઓઈલ માર્કેટમાં ફરી ઉથલપાથલ, ઓઈલ ટેન્કરમાં આગ અને હુથી બળવાખોરોના હુમલાના દાવાઓથી પુરવઠા પર જોખમ વધ્યું; અમેરિકન સ્ટોકમાં ઘટાડાએ પણ ક્રૂડના ભાવને ટેકો આપ્યો

પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધોના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકા સાથે કૂટનીતિક વાતચીતમાં પ્રગતિની આશાઓને ઈરાન તરફથી ઝટકો મળવાની સાથે ઓઈલના પૂરવઠામાં અવરોધો ઊભા થવાની આશંકાથી આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોને ટેકો મળી રહ્યો છે. બુધવારે 21 ઓક્ટોબરે ક્રૂડ ઓઈલના ભાવમાં બે ડોલરથી વધુની તેજી જોવા મળી હતી. બ્રેન્ટ ક્રૂડના ભાવ અંદાજે પાંચ મહિનાની ટોચે પહોંચી ગયા છે. અમેરિકામાં ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ભંડારમાં ઘટાડાએ પણ ભાવને ટકે આપ્યો.
ડબલ્યુટીઆઈ ક્રૂડ છ મહિનાની ટોચે પહોંચ્યું
બુધવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 2.06 ડોલર એટલે કે 1.9 ટકા વધીને 110.85 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યો હતો. બીજીબાજુ અમેરિકન વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ 2.13 ડોલર એટલે કે 2.2 ટકાની તેજી સાથે 99.95 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. આ પહેલા મંગળવારે બ્રેન્ટ ક્રૂડ પાંચ મહિનાના ટોચના સ્તરે પહોંચ્યું હતું જ્યારે ડબલ્યુટીઆઈ છ મહિનાના ટોચના સ્તરે પહોંચ્યું હતું. જોકે, અમેરિકન પ્રમુખ અને પાકિસ્તાનના સેના પ્રમુખ વચ્ચે તહેરાનમાં થયેલી બેઠક દરમિયાન મધ્યસ્થતાના પ્રયત્નો પર ચર્ચા પછી ભાવમાં આંશિક ઘટાડો નોંધાયો હતો.
રશિયન ઓઈલ પર રાહત છતાં ભાવમાં ઘટાડો નહીં
અમેરિકાએ રશિયન ક્રૂડ ઓઈલ અને ડીઝલ ખરીદતા દેશોને ટેરિફમાં રાહત આપવાની જાહેરાત કરી છે. તેનાથી વ્યાપક પ્રમાણમાં રશિયન ક્રૂડની ખરીદી કરનારા ભારત-ચીન અને જેવા દેશોને ફાયદો થવાની આશા છે. અમેરિકાએ આ છૂટ 60 દિવસ માટે આપી છે, તેનાથી બજારમાં ક્રૂડ ઓઈલનો સપ્લાય વધવાનો અંદાજ છે. જોકે, તેમ છતાં ઓઈલના ભાવમાં કોઈ ઘટાડો જોવા નથી મળ્યો.
હોર્મુઝમાં ઓઈલ ટેન્કરો પર હુમલાથી ચિંતા વધી
હોર્મુઝની ખાડીની દક્ષિણમાં એક મોટું ઓઈલ ટેન્કર સમુદ્રી બારૂદી સુરંગ સાથે અથડાતા તેમાં આગ લાગી હતી. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ નેવી મુજબ જહાજ સમુદ્રી સુરંગની ઝપેટમાં આવ્યું હતું. ઈરાની મીડિયાનો દાવો છે કે આ જહાજ ઈરાનના નિયમોનો ભંગ કરી રહ્યું હતું. દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ બુધવારે જણાવ્યું કે, ઈરાન તેની રક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર છે. બીજાબાજુ પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને સરકારી મીડિયાને કહ્યું કે, અમેરિકા એકબાજુ નાકાબંધી અને ધમકીઓ આપે છે તો બીજીબાજુ તે વાતચીતની આશા રાખી શકે નહીં.
સમુદ્રમાં જહાજોના પરિવહન પર નજર રાખતી કંપની કેલ્પર મુજબ બે સપ્તાહમાં ઓછામાં ઓછા 18 જહાજો પર હુમલાની ઘટનાઓ સામે આવી છે. ચિંતાની વાત એ છે કે હુમલા હવે માત્ર હોર્મુઝની ખાડી સુધી મર્યાદિત રહ્યા નથી. ઈરાનના હુમલા હવે ઓમાનની ખાડી સુધી ફેલાઈ ગયા છે. તેનાથી ખાડી ક્ષેત્રની બહાર ઓઈલના લોડિંગ અને એક જહાજથી બીજા જહાજમાં ઓઈલનું સ્થાનાંતરણ કરવાની પ્રવૃત્તિઓ પર જોખમ વધ્યું છે. બીજીબાજુ યમનમાં ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરબના ઊર્જા, એરપોર્ટ અને સૈન્ય સ્થળો પર અનેક હવાઈ હુમલા કર્યાનો દાવોકર્યો છે. હુથી બળવાખોરો મુજબ તેમના નિશાના પર યનબૂ સ્થિત સાઉદી અરામકોનું એક સ્થળ,શાયબા ઓઈલ ક્ષેત્ર, રિયાધનું કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને આભા એરપોર્ટ છે. જોકે, સાઉદી અધિકારીઓએ તાત્કાલિક આ દાવાઓની પુષ્ટી કરી નથી.
અમેરિકાની ઈંધણ ઉત્પાદન વધારવાનીતૈયારી
અમેરિકામાં ઊર્જા વિભાગના બે અધિકારીઓએ જણઆવ્યું કે વિભાગ દુનિયાભરની ઓઈલ રિફાઈનરીઓ સાથે મળીને ઈંધણ ઉત્પાદન વધારવાનો પ્રયત્ન કરી રહ્યું છે. બજાર સૂત્રો મુજબ અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટિટ્યૂટ (API)ના આંકડાને ટાંકીને જણાવાયું કે 16 ઓક્ટોબરે પૂરા થયેલા સ્પાત્હમાં અમેરિકાનો ક્રૂડ ઓઈલનો ભંડાર 49 લાખ બેરલ ઘટી ગયો. આ સમયમાં પેટ્રોલ અને ડિસ્ટિલેટ ઈંધણના ભંડારમાં પણ ઘટાડો નોંધાયો. આ કારણોથી ક્રૂડ ઓઈલના ભાવને ટેકો મળી રહ્યો છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Gold Silver Price Today: અમેરિકામાં ટ્રમ્પની હારની અસર! સોનું ₹2,546 અને ચાંદી ₹2,365 થયા મોંઘાં

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર







