El Nino Effect: ખેતરમાં વરસાદની ખેંચ, રસોડામાં મોંઘવારીની આંચ: કૃષિ પેદાશોના ભાવ કેમ વધ્યા
દેશના કૄષિ કોમોડિટી એક્સચેન્જ એનસીડેક્સ ઉપર ટ્રેડ થતી વિવિધ કોમોડિટીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. હાલમાં એરંડા, કપાસ, કપાસિયા ખોળ, ધાણા, જીરૂ, હળદર, ગુવાર ગમ તથા ગુવાર સીડ જેવી કોમોડિટીનાં વાયદા ચાલુ છે. જે સંકેત આપે છે કે વરસાદની ખેંચ જ્યાં વધારે રહી છે તે વિસ્તારમાં પાકતી પેદાશના ભાવ વધારે ઉંચા ગયા છે.

El Nino Effect: “આજ ખુશ તો બહોત હોંગે તુમ..! મેરે ગુન્હાઓ કી સજા મેરી માં કો મત દો..!” કૄષિ કોમોડિટીનાં પાકમાં ઘટાડા અને ભાવમાં વધારાથી પરેશાન ખેડૂતો અને આમ નાગરિકો માટે આજે દીવાર ફિલ્મનો અમિતાભ બચ્ચનનો ભગવાન સાથે સંવાદ યાદ આવે છે. અલ નિનો અને વરસાદની ખેંચના કારણે આ વખતે ખરીફ પાકોની હાલત નાજુક છે. હજુ પણ જો વરસાદનો એક રાઉન્ડ ન થાય તો રવિ પાકની હાલત પણ ભગવાન ભરોસે રહેવાના સંકેત છે. છેલ્લા ચાર મહિનામાં વિવિધ કૄષિ પેદાશો અને આવશ્યક ચીજોના ભાવમાં પાંચ થી 50 ટકા સુધીનો વધારો થયો છે.
જ્યારે મોંઘવારી વધે ત્યારે માલ નહીં મળવાની માનસિકતા વચ્ચે લોકોની ખરીદી પણ વધી જતી હોય છે. દેશના કૄષિ કોમોડિટી એક્સચેન્જ એનસીડેક્સ ઉપર ટ્રેડ થતી વિવિધ કોમોડિટીના ભાવમાં વધારો જોવા મળ્યો છે. હાલમાં એરંડા, કપાસ, કપાસિયા ખોળ, ધાણા, જીરૂ, હળદર, ગુવાર ગમ તથા ગુવાર સીડ જેવી કોમોડિટીનાં વાયદા ચાલુ છે. જે સંકેત આપે છે કે વરસાદની ખેંચ જ્યાં વધારે રહી છે તે વિસ્તારમાં પાકતી પેદાશના ભાવ વધારે ઉંચા ગયા છે. મરાઠાવાડા અને કર્ણાટકમાં વરસાદની ખેંચ હોવાથી હળદરનાં ભાવમાં વધારે ઉછાળો જોવા મળ્યો છે. આજ રીતે રવિ સિઝનમાં પાકનારા ધાણાનું વાવતેર હવે ઘટવાની ધારણાથી તેમાં પણ વધારો જોવા મળ્યો છે. આ વધારો સ્વાભાવિક છે.

સામાપક્ષે ભારતમાં ઘઉં, ચોખા, સાકર, મગ, અડદ, તુવેર, સરસવ, ચણા જેવી આવશ્યક કૄષિપેદાશોના વાયદા હાલમાં બંધ છે. પરંતુ બજારમાં પુરવઠાની ખેંચ ઉભી થવાના કારણે આ કૄષિપેદાશોના ભાવમાં પણ 40 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. ખાંડમાં તો એક સમયે ત્રણ મહિનાનાં ટૂંકાગાળામાં 50 ટકા જેટલો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારબાદ સરકારે તાકિદે લીધેલા નિકાસ પ્રતિબંધ, આયાતની પરવાનગી, સ્ટોક મર્યાદા અને જલ્દી ઉત્પાદન શરૂ કરવાનાં શ્રેણીબદ્ધ પગલાં બાદ ભાવ થોડા નિયંત્રણમાં આવ્યા હતા.

આજનું કડવું પણ સત્ય એજ છે કે વરસાદની ખેચના કારણે ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજોના પુરવઠાની ખેંચ ઉભી થઇ છે. પરંતુ સરકાર પાસે ઘઉં તથા ચોખા જેવા અનાજનો બફર સ્ટોક છે, અમુક ચીજોની આયાત પણ થઇ શકે છે. જો કે અખાતી યુદ્ધનાં કારણે પરિવહન અનિયમિત થવાથી અને નૂર ભાડાં આસમાને ગયા હોવાથી પુરવઠો અવરોધાઇ રહ્યો છે. જેના માટે કોઇએ નારાજગી વ્યક્ત કરવી હોય તો યુદ્ધ કરનારા દેશો સમક્ષ અથવા તો અમિતાભ બચ્ચનની જેમ ભગવાન સમક્ષ કરવી પડશે. એક્સચેન્જ, સરકાર કે વેપારી ઉપર દોષનો ટોપલો ઢોળવાનો અર્થ નથી. સમય દરેક સમસ્યાનું સમાધાન શોધી આપે છે. આ વખતે પણ લોકોએ માલ જ નહીં મળે એવું વિચારીને હાંફળા ફાંફળા થઇને સંગ્રહ કરવાને બદલે સંજોગો સાથે તાલ મિલાવીને સમય વિતાવવાનો છે.
આ પણ વાંચો: ₹4.20 લાખથી ₹1.92 લાખ પર આવી ચાંદી, 54%ના ક્રેશ બાદ હવે ખરીદીની તક?
આ પણ જુઓ:
Also Read

Gold Price Outlook: સોનું ₹1.68 લાખ સુધી પહોંચશે? બ્રોકરેજનું 6થી 12 મહિનાનું ભાવલક્ષ્ય

Gold Silver Price Today : ધનતેરસે ખરીદદારોને રાહત! સોનામાં ₹1,934 અને ચાંદીમાં ₹1,641નો કડાકો

ધનતેરસ 2026: સોનું ખરીદવા માટે કયો સમય સૌથી શુભ? મેકિંગ ચાર્જ પર આ રીતે બચાવો પૈસા

ધનતેરસે સોનામાં સતત પાંચમા દિવસે તેજી: અમદાવાદ સહિત તમારા શહેરમાં આજના ભાવ જાણો

Crude Oil Price Today : અમેરિકન ચૂંટણી પછી ક્રૂડમાં કડાકો! Brent Oil 94 ડોલરની નીચે, હવે પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે?

Gold Silver Price Today: અમેરિકામાં ટ્રમ્પની હારની અસર! સોનું ₹2,546 અને ચાંદી ₹2,365 થયા મોંઘાં

Crude Oil Price Today: ઈરાન તણાવ વચ્ચે ક્રૂડમાં નરમાઈ, Brent $104 પાર







