Jio Platforms : જિયોનું લક્ષ્ય AI, ક્લાઉડ ટેક્નોલોજીને બધા સુધી પહોંચાડવી : આકાશ અંબાણી
આકાશ અંબાણીએ કહ્યું કે, શ્લોકા તમારો મજબૂત આધાર હોય, વેદ તમારો માર્ગદર્શક હોય, અને પૃથ્વી તમારું વિશ્વ હોય, અનંત તમારો અનંત વિસ્તાર હોય, અને ઈશા તમારો દિવ્ય પ્રકાશ હોય... ત્યારે આકાશ માટે કોઈ સીમાઓ નથી હોતી.

Jio Platformsના શેર આજે બુધવાર 28 ઓક્ટોબરના રોજ NSE અને BSE પર શેરબજારમાં 21.36% પ્રીમિયમ સાથે લિસ્ટ થયા છે. બજારમાં લિસ્ટિંગ પહેલાં એનએસઈ પર લિસ્ટિંગ સમારંભમાં જિયો પ્લેટફોર્મ્સના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ જણાવ્યું કે , આજે હું ખૂબ જ ભાવવિભોર થઈ ગયો છું. ભારત અને વિદેશોના દરેક સામાન્ય રોકાણકાર અને સંસ્થાગત રોકાણકારોનો હું આભાર માનું છું, જેમણે અમારા આઈપીઓને મોટી સફળતા અપાવી છે. આ લિસ્ટિંગ અંતિમ પડાવ નથી, પરંતુ એક નવી શરૂઆત છે. તેમણે રોકાણકારો સાથે પારદર્શી સંવાદ જાળવી રાખવા, વચનો પૂરા કરવા અને પોતાના કામ મારફત તેમનો વિશ્વાસ જીતવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.
આકાશ અંબાણીએ 10 વર્ષમાં જિયો પ્લેટફોર્મનો રોડમેપ રજૂ કર્યો
કંપનીના લાંબા ગાળાના લક્ષ્યો અંગે એમડી આકાશ અંબાણીએ જણાવ્યું કે, ભારત 1.5 અબજ લોકોના સપનાંવાળો દેશ છે અને જિયો આ સપનાંઓને સમજે છે, કારણ કે અમે પણ તેમની સાથે આગળ વધ્યા છીએ. પહેલા 10 વર્ષમાં અમે ડેટાને દરેક માટે સુલભ બનાવ્યો અને કરોડો લોકોને ડિજિટલ દુનિયા સાથે જોડ્યા. હવે આગામી દાયકામાં અમારું આગામી લક્ષ્ય એવી દરેક ટેક્નોલોજીને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું છે, જે તેમનું જીવન બદલી શકે છે. તેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI), ક્લાઉડ, પરસ્પર જોડાતી ડિવાઈસ, સેટેલાઈટ આધારિત કનેક્ટિવિટી અને એવી ડિજિટલ સેવાઓ સામેલ છે, જેની ક્યારેય કલ્પના પણ થઈ ના હોય.
જિયોનો મુખ્ય આશય આગામી 10 વર્ષમાં ટેક્નોલોજીનું લોકતાંત્રિકરણ કરવાનો છે, જેથી સામાન્ય ભારતીયોના જીવનમાં પરિવર્તન લાવી શકાય. કંપનીનું લક્ષ્ય એવી ડિજિટલ સોસાયટીની સ્થાપના કરવાનું છે, જેના કેન્દ્રમાં જિયો પ્લેટફોર્મ્સ હોય. આ ડિજિટલ સોસાયટીમાં કનેક્ટિવિટી, કમ્પ્યુટિંગ અને ઈન્ટેલિજન્સ એક સાથે મળીને કોઈપણ અવરોધ વિના કામ કરશે.
વધુમાં, આકાશ અંબાણીએ કહ્યું કે, શ્લોકા તમારો મજબૂત આધાર હોય, વેદ તમારો માર્ગદર્શક હોય, અને પૃથ્વી તમારું વિશ્વ હોય, અનંત તમારો અનંત વિસ્તાર હોય, અને ઈશા તમારો દિવ્ય પ્રકાશ હોય... ત્યારે આકાશ માટે કોઈ સીમાઓ નથી હોતી. તેમના આ શબ્દોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
જિયો પ્લેટફોર્મ્સનું બુધવારે શાનદાર લિસ્ટિંગ થયું છે. દેશી સૌથી મોટી ટેલિકોમ કંપની જિયો પ્લેટફોર્મસના શૅર BSE અને NSE પર પ્રતિ શૅર રૂ. 1,358ના ભાવે લિસ્ટ થયા હતા. લિસ્ટિંગ સાથે જ કંપની દેશની બીજી સૌથી વેલ્યુએબલ કંપની બની ગઈ. જિયો પ્લેટફોર્મ્સની માર્કેટ કેપ 12.5 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. જિયો પ્લેટફોર્મ્સના લિસ્ટિંગ સાથે રિલાયન્સ જૂથમાં અંબાણી પરિવારની નવી પેઢીએ ધૂરા સંભાળી છે.
આ પણ જૂઓ
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે. તેને કોઈપણ શેર, સિક્યોરિટી અથવા નાણાકીય પ્રોડક્ટ ખરીદવા કે વેચવાની સલાહ અથવા ભલામણ તરીકે ન ગણવી. રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ અથવા નાણાકીય નિર્ણય લેતા પહેલાં તમારી નાણાકીય સ્થિતિ, રોકાણના હેતુ અને જોખમ લેવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરો અને અધિકૃત નાણાકીય સલાહકારની સલાહ લો.
Also Read

Q2 Result: Airtelનો નફો 31% વધીને ₹8,887 કરોડ, ડેટા સેન્ટર માટે જમીન ખરીદવામાં ₹2,826 કરોડ ખર્ચ્યા

Adani Portsનો યુરોપમાં મોટી ડીલ, આશરે ₹27,100 કરોડમાં Evos ખરીદશે

સ્માર્ટફોન માર્કેટમાં Motorolaની ધમાકેદાર એન્ટ્રી! આજે લોન્ચ થશે Signature 27

અદાણી પાવરે BHELને આપ્યો ₹28,000 કરોડ સુધીનો મેગા ઓર્ડર

Q2 Result: NSEનો નફો 23% વધીને ₹2,578 કરોડ, લિસ્ટિંગ બાદના પહેલા પરિણામમાં કમાણી મજબૂત

SBI Q2 Results: નફો 14.28% વધીને ₹23,038 કરોડ, કૃષિ અને SME લોનમાં 20%થી વધુ વૃદ્ધિ

60,000 કર્મચારીઓને Buyout Offer, છતાં Microsoftને કેમ લેવું પડ્યું $25 બિલિયનનું દેવું?







