Forbesની યાદીમાં મહિલાઓ માટે શ્રેષ્ઠ કંપનીઓમાં HCLTechને 40મા ક્રમે
ભારતીય ટેક્નોલોજી કંપની HCLTechએ Forbesની ‘World’s Top Companies for Women 2026’ યાદીમાં 40મું સ્થાન મેળવ્યું છે. નોઇડામાં મુખ્યાલય ધરાવતી કંપની લગભગ 60 દેશોમાં કાર્યરત છે.

Forbesની મહિલાઓ માટે શ્રેષ્ઠ કંપનીઓની વૈશ્વિક યાદીમાં ભારતીય IT કંપની HCLTech 40મા ક્રમે રહી છે. રેન્કિંગમાં મહિલા કર્મચારીઓના અનુભવ અને કાર્યસ્થળની નીતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે.
ભારતીય ટેક્નોલોજી કંપની HCLTechએ Forbesની ‘World’s Top Companies for Women 2026’ યાદીમાં 40મું સ્થાન મેળવ્યું છે. નોઇડામાં મુખ્યાલય ધરાવતી કંપની લગભગ 60 દેશોમાં કાર્યરત છે. Forbesની મહિલાઓ માટે શ્રેષ્ઠ કંપનીઓની યાદીમાં Microsoft પ્રથમ, Apple બીજા અને Manulife ત્રીજા સ્થાને છે. ત્યારબાદ L’Oréal ચોથા, MAIF પાંચમા, Absa Group છઠ્ઠા અને Desjardins સાતમા ક્રમે છે. Coca-Cola આઠમા, Johnson & Johnson નવમા અને Unilever દસમા સ્થાને રહી છે.
Forbes અને Statistaના સર્વેમાં 15 દેશોની આશરે 7,500 મહિલાઓ સામેલ હતી. તેમાં 43%એ કારકિર્દીમાં આગળ વધવાની તકોના અભાવને નોકરી છોડવાનું કારણ ગણાવ્યું હતું. અન્ય કંપનીમાં વધુ પગારની શક્યતા 42%એ દર્શાવી હતી. કામના સમયમાં અનુકૂળતાનો અભાવ અને ઘર-નોકરીનું સંતુલન જાળવવાની મુશ્કેલીનો ઉલ્લેખ પ્રત્યેક 33%એ કર્યો હતો. મૂલ્યાંકનમાં સમાન વેતન, ભેદભાવની ફરિયાદો પર મેનેજમેન્ટનો પ્રતિસાદ, પ્રમોશનની સમાન તક અને પેરેન્ટલ લીવ જેવા મુદ્દાઓ સામેલ હતા.
આ પણ વાંચો: Quick Commerceમાં મોટી તક: ભારતનું બજાર FY2031 સુધીમાં $90 અબજ થવાનો અંદાજ
આ પણ જુઓ:
Also Read

Q2 Result: Airtelનો નફો 31% વધીને ₹8,887 કરોડ, ડેટા સેન્ટર માટે જમીન ખરીદવામાં ₹2,826 કરોડ ખર્ચ્યા

Adani Portsનો યુરોપમાં મોટી ડીલ, આશરે ₹27,100 કરોડમાં Evos ખરીદશે

સ્માર્ટફોન માર્કેટમાં Motorolaની ધમાકેદાર એન્ટ્રી! આજે લોન્ચ થશે Signature 27

અદાણી પાવરે BHELને આપ્યો ₹28,000 કરોડ સુધીનો મેગા ઓર્ડર

Q2 Result: NSEનો નફો 23% વધીને ₹2,578 કરોડ, લિસ્ટિંગ બાદના પહેલા પરિણામમાં કમાણી મજબૂત

SBI Q2 Results: નફો 14.28% વધીને ₹23,038 કરોડ, કૃષિ અને SME લોનમાં 20%થી વધુ વૃદ્ધિ

60,000 કર્મચારીઓને Buyout Offer, છતાં Microsoftને કેમ લેવું પડ્યું $25 બિલિયનનું દેવું?







